પુલકિત અને કૃતિ થયા એકમેકના, સામે આવી લગ્નની પહેલી તસવીર
- દિલ્હી-એનસીઆરના માનેસરના સુંદર લોકેશન પર પુલકિત અને કૃતિ લગ્નના બંધનમાં બંધાયા છે. પોતાના પરિવાર અને નજીકના સંબંધીઓ તેમજ મિત્રોની હાજરીમાં કપલે સાત ફેરા લીધા છે. ફેન્સ આ કપલના લગ્નની તસવીરો જોવા માટે ઉત્સુક હતા.
નવી દિલ્હી, 16 માર્ચઃ બોલિવૂડના લવ બર્ડ્સ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે તેઓ સાત જનમ માટે એકમેકના થઈ ચૂક્યા છે. દિલ્હી-એનસીઆરના માનેસરના સુંદર લોકેશન પર પુલકિત અને કૃતિ લગ્નના બંધનમાં બંધાયા છે. પોતાના પરિવાર અને નજીકના સંબંધીઓ તેમજ મિત્રોની હાજરીમાં કપલે સાત ફેરા લીધા છે. ફેન્સ આ કપલના લગ્નની તસવીરો જોવા માટે ઉત્સુક હતા. હવે આ ઉત્સુકતાનો અંત આવ્યો છે. નવદંપતીના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે.
પુલકિત-કૃતિએ શેર કર્યા લગ્નના ફોટા
16 માર્ચના રોજ પુલકિત અને કૃતિએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક કમ્બાઈન્ડ પોસ્ટ સાથે લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તસવીરોમાં કૃતિ ગુલાબી કલરના બ્રાઈડલ આઉટફિટમાં સુંદર દેખાઈ રહી છે. જ્યારે દુલ્હેરાજા પુલકિત પણ મિન્ટ-ગ્રીન કલરની શેરવાનીમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. લગ્નની તસવીરોમાં કપલ એકબીજાનો હાથ પકડીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કૃતિ પુલકિતને કપાળ પર ચુંબન કરતી જોવા મળે છે, જ્યારે પુલકિત મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે કપલે કેપ્શનમાં એક કવિતા પણ લખી છે જે તેમની પ્રેમથી ભરેલી સફર દર્શાવે છે.
View this post on Instagram
લગ્નની તસવીરોમાં આઉટફિટે લોકોનું ધ્યાન ખેંચ્યુ
પુલકિતની શેરવાનીએ સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેની શેરવાનીમાં ગાયત્રી મંત્ર લખેલો જોઈ શકાય છે. તેની શેરવાનીની ડિઝાઈન એકદમ અલગ છે અને તેનો રંગ પણ એકદમ યૂનિક છે. પુલકિતની મિન્ટ-ગ્રીન શેરવાની અન્ય બોલિવૂડના વરરાજાથી તદ્દન અલગ છે. જ્યારે કૃતિ ખરબંદાએ લાઈટ પેસ્ટલ કલર અથવા રેડ લહેંગા છોડીને પિંક કલરનો લહેંગો પહેર્યો છે. આ સાથે તેણે હેવી કુંદન જ્વેલરી પહેરી છે. કૃતિ દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના હાથમાં કલીરા બાંધેલી છે. ફેન્સ પણ નવપરિણીત યુગલની આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચોઃ જય શ્રી રામ કહીને અનુરાધા પોડવાલ જોડાયા ભાજપમાં