જગન્નાથ પુરી મંદિરના પૂજારી રૂ. 200 કરોડના ખર્ચે બનાવશે હવે આલિશાન રિસોર્ટ

પુરી, 10 માર્ચઃ ઓડીશાના પુરીના જગન્નાથ મંદિરમાં દેશ વિદેશમાં દરેક ભક્તોનો ભારે ધસારો રહેતો હોય છે. તીર્થયાત્રીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં લેતા મંદિરના એક પૂજારીએ જણાવ્યું હતુ કે તેઓ એક આલિશાન રિસોર્ટ બનાવવા જઇ રહ્યા છે, જેમાં 300 જેટલા રુમ હશે. જોકે સમુદ્ર કિનારે બનનારા આ રિસોર્ટ સંપૂર્ણ રીતે શાકાહારી અને શરાબ રહિત હશે જેથી આવનારા તીર્થયાત્રીઓ આધુનિક સુખ સવલતો સાથે આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ કરી શકશે.
પુરીથી 8 કિલોમીટર બનશે રિસોર્ટ
મળતી માહિતી અનુસાર આ લક્ઝરી રિસોર્ટ બનાવવાનો રૂ. 200 કરોડની આસપાસ થશે. સેવાયત દૈતાપતિ ભવાની દાસે કહ્યુ હતુ કે પુરી હવે ફક્ત એક ડેસ્ટિનેશન જ રહ્યુ નથી પરંતુ આ પવિત્ર જગ્યા છે જ્યાં દિવ્યતા સાગરને મળે છે. આ રિસોર્ટ આધ્યાત્મિક શાંતિ અને લક્ઝરી આગતાસ્વાગતાનું રૂપ હશે. આ પ્રોજેક્ટનું નામ ‘જગન્નાથમ’ રહેશે જે બનાવવામાં રૂ. 110 કરોડનો ખર્ચ થશે. જોકે આમાં જમીનની ખરીદી માટે થનારા ખર્ચને સામેલ કરાયો નથી. મેરેડીયન મિસ્ટ હોટેલ એન્ડ રિસોર્ટના અનુસાર આ પ્રોજેક્ટ પુરીમાં જગન્નાથ મંદિરથી લગભગ 8 કિલોમીટર દૂર પુરી-કોણાર્ક મરીન ડ્રાઇવના કિનારે સાત એકર જમીન પર આકાર લેશે.
લક્ઝુરિયસ રિસોર્ટ 2026માં તૈયાર થઈ જશે
પુરીના પૂજારીએ એમ પણ કહ્યું કે, જમીન મારી જ છે અને જગન્નાથ મંદિરના હિતોમાં કોઈ પ્રકારે સંઘર્ષ નથી. તેમણે કહ્યું કે રિસોર્ટ, જે 2026ની રથયાત્રાના 14-16 મહિનામાં ખુલશે, તે પુરીમાં આધ્યાત્મિક પર્યટનને પુનઃવ્યાખ્યાયિત કરે તેવી અપેક્ષા છે, જે યાત્રાળુઓ તેમજ અન્ય પ્રવાસીઓને આકર્ષશે. પૂજારી અને તેમનો પરિવાર 100 ટકા રિસોર્ટની માલિકી ધરાવે છે, પરંતુ પ્રોજેક્ટના સભ્યપદ કાર્યક્રમના પ્રતિભાવના આધારે ઇક્વિટી ઘટાડવા માટે તૈયાર છે.
આ સુવિધા સભ્યપદ હેઠળ ઉપલબ્ધ થશે
પુરીમાં બંધાનારા આ રિસોર્ટમાં 3.5 લાખ, 5 લાખ અને 7 લાખ રૂપિયાની સદસ્યતા પર સભ્યોને પાંચ વર્ષ સુધી દર મહિને ત્રણ રાત રિસોર્ટમાં રહેવાની સુવિધા મળશે. રિસોર્ટનું લક્ષ્ય પ્રારંભિક તબક્કામાં 5,000 સભ્યો ઉમેરવાનું છે. રિસોર્ટમાં સ્ટુડિયો અને ડીલક્સ કોટેજ, સ્પા, એમ્ફીથિયેટર, જોગિંગ ટ્રેક, ટેનિસ કોર્ટ અને વેલનેસ સેન્ટર જેવી ઘણી સુવિધાઓ રહેશે.
આ પણ વાંચોઃ બળાત્કારના કેસની સાબિતી માટે પ્રાઈવેટ પાર્ટ ઉપર ઈજાના નિશાન હોવા જરૂરી નથી : સુપ્રીમ કોર્ટ