ટ્રેન્ડિંગવિશેષવીડિયો સ્ટોરી

ગરમીથી નાગરિકોને રાહત આપવા પોંડિચેરીએ કર્યું શાનદાર કામ, વીડિયો થયો વાયરલ

Text To Speech
  • પોંડીચેરીના PWD વિભાગે લોકોની ગરમીથી રાહત મળે તે માટે લગાવી ગ્રીન નેટ
  • આ પહેલનો વીડિયો વાયરલ થતા લોકો કરી  રહ્યા છે વખાણ
  • PWD વિભાગે ટ્રાફિક સિગ્નલ પર લગાવી ગ્રીન નેટ

પોંડિચેરી, 2 મે: આ સમયે દેશભરમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલમાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો આપણે મે મહિનાની વાત કરીએ તો દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. આ આકરી ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે અને જે લોકો બહાર જાય છે તેમની હાલત ગરમીના કારણે ખૂબ જ ખરાબ થઈ જાય છે. સૌથી મોટી તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકોને ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન લાઈટ થાય ત્યાં સુધ રાહ જોવી પડે છે. સખત ગરમીમાં ડામરના રોડ પર વરાળ નાખતી ગરમાીમાં અને માથે પડતો તાપથી માણસ ત્રાહીમામ પોકારી ઉઠે છે. પણ પોંડિચેરીના PWD  લોકોને આ સમસ્યામાંથી રાહત આપવા માટે એક સારી પહેલ શરૂ કરી છે. જેનો વીડિયો  સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકો પોંડિચેરીના PWD ના ખુબ વખાણ કરી રહ્યા છે.

જુઓ આ વીડિયો:

PWDની આ પહેલની સોશિયલ મીડિયા થઈ રહી છે પ્રશંસા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો પોંડિચેરીનો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો પોતાની બાઇક રોકીને ટ્રાફિક લાઇટ લીલી થવાની રાહ જોઈ રહ્યા છે. ધોમધખતા તાપમાં લોકો ટ્રાફિક સિગ્નલ પર છાયડાથી રાહત અનુભવતા જોવા મળે છે. કારણ કે પોંડિચેરી PWDએ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવી છે, જેનાથી લોકોને તડકાથી રાહત મળી રહી છે. વીડિયોમાં એક બોર્ડ પણ દેખાય છે જેના પર પુડુચેરી PWD લખેલું છે. PWDની આ સારી પહેલને કારણે વીડિયો વાયરલ થતા લોકો પોંડિચેરી PWDને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો: 1920ની ટાઈમ કેપ્સૂલ! અમેરિકામાં હાઈસ્કૂલના મકાનના ખોદકામમાં મળી મોટી સફળતા

Back to top button