આયુષ્યમાન કાર્ડ પ્રક્રિયા માટે માર્ગદર્શિકા જાહેર
- મોબાઈલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયાથી આયુષ્માન કાર્ડ મળશે.
PMJAY CARD: આયુષ્માન કાર્ડ BIS 2.0 એપ્લીકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે હવે PMJAY એપ્લીકેશનમાં કુટુંબનો રેશનકાર્ડનો નંબર ફેમિલી આઇ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબના તમામ સભ્યોની વિગતો બતાવશે. આ તમામ સભ્યોમાં જો કોઈ સભ્ય બાકી રહી જતો હોત તો એપ્લીકેશનમાં સભ્યો સામે ક્લિક કરવું અને આધાર કાર્ડ નંબર નાખીને તેને વેરીફાઈ કર્યા પછી નવા સભ્યની નોંધણી કરી શકાય છે.
આયુષ્યમાન કાર્ડ એપ્લીકેશનમાં આ રીતે કરો નોંધણી:
આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લીકેશનમાં નોંધણીની કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતી અર્થે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ચાલો 6 સ્ટેપમાં સમજીએ.
- આપના મોબાઈલ દ્વારા પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો.
- એપ ડાઉનલોડ કર્યા પછી લાભાર્થીના ઓપ્સન પર કલીક કરી લોગીન કરો અને પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી વેરીફીય કરો અને ત્યારબાદ ઓ.ટી. પી. એન્ટર કરી લોગીન કરો.
- લોગીન થયા પછી આધાર કાર્ડમાં આવેલા ફોટાની બાજુમાં જે-તે લાભાર્થીનો લાઈવ ફોટો અપલોડ કરો.
- ફોટો અપલોડ કર્યા પછી ફેમીલીના જે-તે સભ્યોનો મોબાઈલ નંબર નાખી ઓ.ટી.પી.થી વેરીફાઈ કરો.
- વેરીફાઈ કર્યા પછી આધાર કાર્ડ મુજબ પિનકોડ, જિલ્લો, તાલુકો, ગામની સંપૂર્ણ વિગતો ભરો.
- સંપૂર્ણ વિગતો ભર્યા પછી સબમીટ કરતાંની સાથે જ સભ્યની નોંધણી PMJAYમાં થઈ જશે.
કુટુંબના સભ્યની નોંધણી કરાવ્યા પછી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પર ક્લિક કરી તેને PDF સ્વરુપે મેળવી શકાય છે, ત્યાર બાદ લાભાર્થીનો સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: સરકારી એજન્સીએ જારી કરી ચેતવણી, કયા યુઝર્સને તેમના ફોન પર છે હેકર્સનો ખતરો?