પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 2-2 રૂપિયાનો વધારોઃ ઈંધણના ભાવ વધશે?

અમદાવાદ, 7 એપ્રિલ 2025 : પેટ્રોલ અને ડિઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 2-2 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 7 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે એવું માનવામાં આવે છે, પરંતુ હજુ સુધી આ વધારાનો ભાર ગ્રાહકો ઉપર આવશે કે કેમ એ સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ફેરફારો થઈ રહ્યાં છે. તેના આધારે દેશભરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે.
દરમિયાન, સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ વધારો એક્સાઈઝ ડ્યુટીનો વધારો છે જે માત્ર પેટ્રોલિયમ કંપનીઓ ઉપર છે અને તેની અસર સામાન્ય ગ્રાહકો ઉપર થવાની નથી.
નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ ફેરફાર 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે.
આદેશમાં જણાવાયું છે કે”પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે,”
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક ઉત્પાદનોની આયાત પર અભૂતપૂર્વ ટેરિફની જાહેરાત કર્યા પછી વિશ્વભરના બજારો ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છે. શેરબજારમાં લાખો કરોડો ગુમાવી ચૂકેલી જનતાને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે.
આ પણ વાંચોઃ સાઉદી અરબે ભારત સહિત 14 દેશો પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કેમ લીધો આ નિર્ણય?












