પં. પ્રદીપ મિશ્રાને મગજ પર સોજો, ગુલાલના બદલે ફેંક્યું હતુ નારિયેળ, આગામી કથાઓ રદ
- જિલ્લાના આષ્ટા મહાદેવમાં હોળી દરમિયાન રંગના બદલે કોઈક વ્યક્તિએ નારિયેળ ફેંક્યું, જેના કારણે પ્રદીપ મિશ્રાને માથામાં ખૂબ વાગ્યું હતું. તેમને મગજ પર સોજો આવ્યો છે અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
2 એપ્રિલ, સિહોરઃ મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ મનાસા સહિત આગામી તમામ કથાઓ રદ કરી દીધી છે. દેશભરના શ્રદ્ધાળુઓ માટે સૂચના પણ જારી કરવામાં આવી છે. જિલ્લાના આષ્ટા મહાદેવમાં હોળી દરમિયાન રંગના બદલે કોઈક વ્યક્તિએ નારિયેળ ફેંક્યું, જેના કારણે પ્રદીપ મિશ્રાને માથામાં ખૂબ વાગ્યું હતું. તેમને મગજ પર સોજો આવ્યો છે અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે પંડિત પ્રદીપ મિશ્રાએ આગામી કથાઓ કેન્સલ કરવાનું નક્કી કર્યું છે. મનાસામાં શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા જણાવવામાં આવ્યું કે આવતા વર્ષે ફરી આવીશું, કથા કરીશું અને તેનો સંપૂર્ણ ખર્ચ અમારી સમિતિ ઉઠાવશે.
અનેક લોકોએ કરી સારા આરોગ્યની કામના
કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર મળતા જ દેશભરના શ્રદ્ધાળુઓ સહિત અનેક લોકોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ઘણા લોકો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી રહ્યા છે.
‘રુદ્રાક્ષ’ માટે જાણીતા છે પ્રદીપ મિશ્રા
આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા રુદ્રાક્ષ મહોત્સવ અને પોતાની કથાઓ માટે દેશ-દુનિયામાં જાણીતા છે. સિહોરના કુબેરેશ્વર ધામ ખાતે દર વર્ષે રૂદ્રાક્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાથે કુબેરેશ્વર ધામમાં રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચે છે.
મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો
આંતરરાષ્ટ્રીય કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની બગડતી તબિયતના કારણે દેશભરના ભક્તોમાં નિરાશા વ્યાપી છે. તેમના સારા આરોગ્ય માટે જિલ્લા સંસ્કાર મંચના અધિકારીઓ શહેરના સેકડાખેડી સ્થિત વૃદ્ધાશ્રમ અને મરીહ માતાના મંદિરમાં પહોંચીને યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચોઃ બિગ બી પહેલીવાર સમુદ્રની નીચે બનેલી ટનલની અંદર ગયા, વ્યક્ત કરી ફીલિંગ્સ