ગુજરાતટોપ ન્યૂઝ

ઉમેદવારોની આતુરતાનો અંત/PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Text To Speech

PSIની પ્રિલિમિનરી પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ખુશખબર આવ્યા છે. ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ અને કટ ઓફ માર્ક્સ PSIભરતી બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે.પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી. પરીક્ષામાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. બે હજાર 939 પુરુષ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જ્યારે 1 હજાર 313 મહિલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થઈ છે. PSIની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની હવે મેઈન્સ પરીક્ષા લેવામાં આવશે.

PSI Preliminary Exam Results Announced
ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ટ્વીટ કરીને જાણકારી આપી

ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયનું ટ્વીટ
PSIની પરીક્ષાનું પરિણામ જાહેર
વેબસાઇટ પર જોઈ શકશો પરિણામ
4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય
પરિણામ બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે

PSI કેડરની 1382 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

અત્રે ઉલ્લેખનીય છે કે આ PSIની ભરતી માટે સૌથી પહેલા શારીરિક કસોટી લેવામાં આવી હતી. શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ 96269 ઉમેદવારોની પ્રાથમિક કસોટી 312 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાઈ હતી. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરા તેમજ જામર લગાવવામાં આવ્યા હતા. કુલ મળીને પ્રાથમિક પરીક્ષા સારી રીતે સંપન્ન થઈ હતી. આ પરીક્ષાનું પરિણામ અને કટ ઓફ માર્ક્સ આજે જાહેર કરવામાં આવ્યા છે. પાસ થયેલા ઉમેદવારોની આગામી સમયમાં મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે.

4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા.

Back to top button