અમદાવાદમાં ચાલુ ફરજે PSIને હાર્ટ એટેક આવતા મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બેઠા બેઠા યુવાઓના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે.જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે આજે ફરી એક વાર રાજ્યમાંથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.
અમદવાદના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ
મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 45 વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોક છવાઈ ગયો છે.
પરિવાર અને પોલીસ બેડામાં શોક
વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. PSI કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં અને પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો : મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી, ચોથા માળેથી શ્રમિકો પટકાયા, એકનું મોત