ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ઇકોસેન્‍સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા ₹૩૫ કરોડની જોગવાઇ

  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૩,૭૭૨ કરોડની જોગવાઇ

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકર્ડનું મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા લઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

નિર્મળ ગુજરાત-૨.૦ અંતર્ગત રાજ્યના ૭ (ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી) જિલ્લાના ૧૧ તાલુકાઓમાં સમાવિષ્ટ ૩૭૧ ગામોમાં ડોર-ટુ-ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામ માટે ₹૩૩૦ કરોડની જોગવાઇ. જિલ્લા પંચાયતોને જમીન મહેસૂલ ઉપરના સ્થાનિક ઉપકરનો વધારો મંજૂર થવાથી વધારાના દર પ્રમાણે ચૂકવણું કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. રાજ્યના ઇકોસેન્‍સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા ₹૩૫ કરોડની જોગવાઇ.

ગ્રામ વિકાસ

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૨૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે ₹૧૭૯૫ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તથા પીએમ-જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા ₹૧૧૨૯ કરોડની જોગવાઇ.

રાજ્યમાં કુલ ૧૭૭૫૨ ગામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન પ્રોજેકટની નવીન પહેલથી કચરાને ઊર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે. જે માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.

મહિલાઓના સ્વસહાય જૂથ થકી આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ₹૪૦૧ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ૫૧ પ્રોજેક્ટ મારફત ૪૧૯ ગામોને લાભ આપવા માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.

દર વર્ષે થનાર “સરસ મેળાઓ”ની સાથે સાથે રણોત્સવ, પ્રાઇવેટ મોલ, વિશેષ કાર્યક્રમો અને પ્રદર્શનમાં ભાગ લેવા સખી મંડળની મહિલાઓ માટે માર્કેટ અવેન્યુ મળી રહે તે માટે ₹૫ કરોડની જોગવાઇ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઇ

સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં, બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે.

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૨ લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹૭૧૭ કરોડની જોગવાઇ.

પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૫૨૦ કરોડની જોગવાઇ.

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ કક્ષાના અભ્યાસ અર્થે ₹૧૫ લાખની લોન ૪%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ ૯માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૨૫ હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની ૧૩,૬૦૦ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૨ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.

દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.

દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ ₹૧૭૦ કરોડની જોગવાઇ.

તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા ૧૦ જિલ્લાઓમાં ૯ સમરસ કન્યા અને ૧૧ સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે ₹૮૩ કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના ૧૩ હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.

ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ₹૮૩૧ કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજ સબસીડી આપવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.

વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૧૫૦૦ લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં ₹૫૦ હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.

Back to top button