પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહના બંધ બારણે વચગાળાના જામીન મંજૂર
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ સિરોહી પોલીસ મથકમાં મહિલાએ કિશોરી સાથેની છેડતીની ફરિયાદ નોંધાવી છે ત્યારે બંધ બારણે વચગાળાના જામીન નેતાજી એ લઈ લીધા છે. તમને જણાવી દઈએ કે સિરોહી પોલીસ મથકમાં ધારાસભ ગજેન્દ્ર પરમાર, મહેશ પટેલ અને અન્ય બે વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ પણ વાંચો : પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની ફરિયાદ
મળતી માહિતી મુજબ આ ઘટનાને લઈ હાઇકોર્ટમાં સુનવણી થઈ હતી અને ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપતા વચગાળાના જામીન મંજૂર કર્યા છે ત્યારે હવે રાજસ્થાન પોલીસ આગામી મુદત સુધી ગજેન્દ્રસિંહ પરમાર ની ધરપકડ કરશે નહિ. હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે આ જામીન રાહતને કોર્ટનું નરમ વલણ ન સમજવું.
આ પણ વાંચો : ડાયમંડ સિટીમાં સાયબર ક્રાઇમમાં થયો વધારો, જાણો શું છે આંકડો ?
ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ થી બચવા માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા હાઇકોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી. ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા સ્થાનિક કોર્ટમાં હજાર રહેવાની કોર્ટમાં ખાતરી આપી હતી. હવે આગામી સમયમાં આ કેસ કેવો વળાંક લેશે તે પણ જોવું રહ્યું. કારણ કે આ બાબત 2020 થી ગજેન્દ્રસિંહ ના પાછળ થઈ લાગી છે.