ટ્રેન્ડિંગમનોરંજન

Proud Moment: FTIIના વિદ્યાર્થીની ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ!

Text To Speech
  • FTIIના વિદ્યાર્થી ચિદાનંદ નાઈક (નિર્દેશક) અને તેમની ટીમ દ્વારા સંકલિત ફિલ્મ લા સિનેફમાં પ્રદર્શિત થશે. પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 1 વર્ષના ટેલિવિઝન કોર્સમાંથી કોઈ વિદ્યાર્થીની ફિલ્મ પસંદ કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

24 એપ્રિલ, મુંબઈઃ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો’ ને ફ્રાન્સના 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ‘લા સિનેફ’ સ્પર્ધાત્મક વિભાગમાં પસંદ કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ 2024ની 15મી મેથી 24 મે દરમિયાન યોજાશે. આ વિભાગ ફેસ્ટિવલનો એક અધિકૃત વિભાગ છે જેનો ઉદ્દેશ્ય નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો છે અને વિશ્વભરની ફિલ્મ સ્કૂલોની ફિલ્મોને ઓળખવાનો છે.

આ ફિલ્મ વિશ્વભરની ફિલ્મ સ્કૂલો દ્વારા સબમિટ કરવામાં આવેલી કુલ 2,263 ફિલ્મોમાંથી પસંદ કરાયેલી ફિલ્મોમાંની એક છે. આ કેટેગરીમાં આ વર્ષે 18 શોર્ટ્સ (14 લાઇવ-એક્શન અને 4 એનિમેટેડ ફિલ્મો) પસંદગી પામી છે. આ કાન્સના ‘લા સિનેફ’ વિભાગમાં પસંદ કરાયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. જ્યુરી 23મી મેના રોજ બુન્યુઅલ થિયેટરમાં પુરસ્કૃત ફિલ્મોના સ્ક્રિનિંગ પહેલા એક સમારંભમાં લા સિનેફ પુરસ્કાર એનાયત કરશે.

શું છે ફિલ્મની વાર્તા?

‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો’ એક વૃદ્ધ મહિલાની વાર્તા છે જે ગામમાં મરઘીની ચોરી કરે છે, જેનાથી સમુદાયમાં અશાંતિ ફેલાઈ જાય છે. મરઘીને પાછી લાવવા માટે, એક ભવિષ્યવાણી કરવામાં આવે છે, જેમાં વૃદ્ધ મહિલાના પરિવારનો દેશનિકાલ કરવામાં આવે છે.

ટેલિવિઝન કોર્સમાંથી પસંદગી

પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 1-વર્ષના ટેલિવિઝન કોર્સમાંથી કોઈ વિદ્યાર્થીની ફિલ્મ પસંદ કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. FTIIના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વર્ષોથી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં પ્રશંસા મેળવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ચિદાનંદ એસ નાઈક દ્વારા કરવામાં આવ્યું છે, જેનું શૂટિંગ સૂરજ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું છે, સંપાદન મનોજ વીએ કર્યું છે અને સાઉન્ડ અભિષેક કદમ દ્વારા આપવામાં આવ્યો.

આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવા જતા હો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર આવશે ખોટું રિઝલ્ટ

Back to top button