ટોપ ન્યૂઝનેશનલ

અગ્નિપથના વિરોધમાં બિહારમાં આજે પણ ભારે હોબાળો, જહાનાબાદમાં બસ-ટ્રક ફુંકી, 15 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

Text To Speech

બિહારમાં સૈન્ય ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને જોવા મળતા હિંસક દેખાવો આજે ચોથા દિવસે પણ યથાવત છે. અગ્નિપથ સ્કીમને લઈને ખાસ કરીને બિહારમાં યુવાનોનો આક્રોશ શાંત થતો નથી. શનિવારે સવારથી જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને જહાનાબાદમાં આગચંપી શરૂ કરી દીધી.

જહાનાબાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
જહાનાબાદ જિલ્લાના ટેહટામાં દેખાવકારોએ એક ટ્રક અને બસને આગ ચાંપી દીધી હતી. આ ઘટના ટેહટા આઉટ પોસ્ટ પાસેની છે. દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બસ-ટ્રકને આગ લગાડનાર બદમાશો પેટ્રોલ પંપ તરફ આગળ વધી રહ્યા હતા, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તેઓ પેટ્રોલ પંપને સળગાવવાના હેતુથી આવ્યા હતા. પરંતુ ગ્રામવાસીઓએ ગામના તેમને ભગાડતાં તેઓ સ્થળ પરથી નાસી ગયા હતા.

ઘટનાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

પ્રદર્શનકારીઓ દ્વારા આગચંપી અને પથ્થરમારાના સમાચાર મળતા જહાનાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ દળ દ્વારા દેખાવકારોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ
બિહારના અનેક જિલ્લાઓ અગ્નિપથની આગમાં સળગી રહ્યા છે. દેખાવકારોએ ત્રણ દિવસમાં અનેક વાહનોને આગ લગાડી અને ઘણી ટ્રેનોને પણ સળગાવી દીધી.  બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે રાજ્યના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. આવતીકાલે એટલે કે 19મી જૂન સુધી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.

દેખાવકારોએ ત્રણ દિવસમાં અનેક વાહનોને આગ લગાડી અને ઘણી ટ્રેનોને પણ સળગાવી દીધી

બિહાર બંધ, મહાગઠબંધનનું સમર્થન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં ચોથા દિવસે પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ આજે ​​બિહાર બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરીઓ તેમજ મહાગઠબંધનના પક્ષોએ વિદ્યાર્થી સંગઠનોને સમર્થન આપ્યું છે.

19મી જૂન સુધી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યા છે
Back to top button