ગુજરાત

પેપર લીક મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન, ભાજપ ગાઢ નિંદ્રામાં

Text To Speech

જુનિયર ક્લાર્કના પેપર લીક મુદ્દે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓએ હજુ સુધી એક ટ્વિટ પણ આ બાબતે કરી નથી.

આ પણ વાંચો : પેપર લીક મુદ્દે મેવાણીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર પાડે

ગુજરાતભરમાં કોંગ્રેસ, આપ, એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા આ બાબતે ગાઈકલથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ સુરત કલેકટરને પેપર લીક મુદ્દે આવેદન આપ્યું હતું. આવેદનપત્ર આપવા આપ નેતા અલ્પેશ કથીરિયા સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા. આવેદન પત્ર આપ્યા બાદ અલ્પેશ કથીરિયાએ મીડિયા જોડે વાત કરતાં કહ્યું હતું કે પેપર લીક મામલે એક કમિટીની રચના કરવામાં આવે અને આરોપીઓને ગ્રીષ્મા કેસમાં જે રીતે ફાંસીની સજા આપવામાં આવી તે જ રીતે પેપર લીકના આરોપીઓને પણ ફાંસી આપવાની માંગ અલ્પેશ કથીરિયાએ કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટે તેવો દાવો અલ્પેશ દ્વારા કરવામાં આવ્યો હતો. 5 રિટાયર્ડ જજની કમિટી બનાવવાની માંગ સાથે કહ્યું હતું કે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની બધી મિલીભગત છે.

આ પણ વાંચો : યુવાનો ત્રસ્ત અને ભાજપ ભરતી મેળામાં મસ્ત, કોંગ્રેસના નેતાએ કેસરિયો ધારણ કર્યો

બીજી તરફ ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર ફૂટવા મુદ્દે નવસારી એબીવીપી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય હતા અને પરીક્ષાની નવી તારીખની માંગ તેમણે કરી હતી. ત્યારે ભાજપના નેતાઓ હાલ ભરતી મેળામાં મશગુલ બન્યા છે.

Back to top button