ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં રેતી ભરેલા ડમ્પરનો વિરોધ, પાંચ ગામના લોકોએ પ્રતિબંધ માટે આવેદન પત્ર આપ્યું

Text To Speech

બનાસકાંઠા 15 જુલાઈ 2024 : ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે ડીસા તાલુકાના વાસણા, ગોળીયા, જૂનાડીસા, દશાનાવાસ અને લૂણપુર એમ પાંચ ગામના ૧૦૦થી વધુ લોકો રેતી ભરેલા ડમ્પરો પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે આવેદન પત્ર આપવા પહોંચી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીની રેતીની સમગ્ર ભારતભરમાં માંગ છે.અને એટલા જ માટે બનાસ નદીમાથી મોટી માત્રામાં રેતીનું ખનન થતું હોય છે.. નદીમાથી રેતીનું ખનન કરીને હાઇવે પર મોટી સંખ્યામાં ડમ્પરો પસાર થતાં હોય છે. ઘણીવાર આ ડમ્પરોના લીધે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા રેતી ભરેલા ડમ્પરોને નદી સિવાયના માર્ગો પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ જાહેરનામું કોઈના દબાણથી રદ્દ કરવામાં ના આવે તે માટે ડીસા તાલુકાના પાંચ તાલુકાના આગેવાનો નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચી ગયા હતા.. આવેદન પત્ર આપવા આવેલા લોકોની માંગ છે કે રેતી ભરેલા ડમ્પરો જે પાંચમાથી પસાર થાય છે તે પાંચ ગામની ત્રીસ હજાર કરતાં વધારેની વસ્તી માટે જોખમી છે.. જેને પગલે આ ડમ્પરોના પસાર થવા પર પ્રતિબંધની ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર દ્વારા લોક હિતને ધ્યાને લઈને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાથી રેતી ભરેલા ડમ્પરોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. અને આ પ્રતિબંધ આગામી ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ખાતરી ડીસાના નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : બોર્ડનો બહિષ્કાર..!, ડીસા માર્કેટ યાર્ડ ની સાધારણ સભામાં એક પણ સભ્ય હાજર ના રહ્યો

Back to top button