‘પઠાણ’ ફિલ્મને લઈને વિરોધ, અયોધ્યાના મહંતે ફિલ્મ બહિષ્કારની આપી ધમકી
બોલિવૂડ ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ભગવા કલરના કપડામાં બિકિની પહેરીને પોઝ આપતી હોવાથી વિવાદ સર્જાયો છે. કેટલાક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેના પર હિન્દુ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.
પઠાન ફિલ્મને લઈને વિવાદ સર્જાયો
શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને લઈને વિવાદ સર્જાયો છે. અયોધ્યાના મહંતે પઠાણ ફિલ્મ થિયેટરમાં લાગે તે પહેલાજ તેનો બહિષ્કાર કરવાની ઘમકી આપી છે. પઠાણ ફિલ્મ છેલ્લા કેટલાક દિવસથી ઘણી ટ્રેન્ડ કરી રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું એક સોંગ ‘બેશરમ રંગ…’ રિલિઝ કરી દેવામાં આવ્યું છે. આ સોંગ રિલીઝ થતા જ સનાતન ધર્મના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અયોધ્યાના મહંત રાજૂદાસે આપી ધમકી
આયોધ્યાના મહંત રાજૂદાસે આ ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્વારા બિકિની પહેરીને સાધુ સંતો અને રાષ્ટ્રના રંગ ભગવાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું જણાવ્યું છે. સાથે જ ફિલ્મ થિયેટર સુધી પહોંચી જાય તો, પણ તેને સળગાવી નાખવાની ધમકી આપવામાં આવી છે. મહંત રાજુદાસે કહ્યું હતુ કે” હું દર્શકોને અપીલ કરુ છું કે, જે થિયેટરમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવશે, તેને સળગાવી નાખવામાં આવશે” સાથે જ મહંત રાજૂદાસે બોલિવુડ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે બોલીવૂડ અને હોલીવૂડ દ્વારા સનાતન ધર્મની મજાક ઉડાવવામાં અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે.
ઈન્દોરમાં પણ પઠાણ ફિલ્મનો વિરોધ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું ગીત ‘બેશરમ રંગ…’નો વિરોધ ઈન્દોરમાં પણ કરવામાં આવ્યો હતો. ઈન્દોરમાં પ્રદર્શન કારીઓએ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનાં પૂતળાં સળગાવી વિરોધ દર્શાવ્યો હતો.
25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું અને તેનું સોંગ પણ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતું સનાતન ધર્મના લોકો દ્વારા આ ગીતનો વિરોધ ઉગ્ર બનતો જઇ રહ્યો તેવુ લાગી રહ્યું છે.
આ પણ વાંચો :આ શિયાળામાં ઘી ખાવું પડશે મોંઘુ, સાબર ડેરીએ પ્રતિકિલોએ રૂ.35નો કર્યો ભાવ વધારો