ગુજરાત

બનાસકાંઠાની ગૌશાળા-પાંજરાપોળને સહાય નહી ચુકવતા વિરોધ

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં રૂ. 500 કરોડની ગૌશાળા તેમજ પાંજરાપોળને સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને એક રૂપિયાની સહાય ન ચૂકવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળ ખાતે 170 થી વધુ ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઈ હતી.

સરકારને 25 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું

આ બેઠકમાં ચર્ચા -વિચારણા ના અંતે સરકારને 25 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. અને આ તમામ સંચાલકો દરેક તાલુકા મથકે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ત્યારબાદ જો 25 દિવસમાં સરકાર દ્વારા સહાય ચુકવણી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી ગૌશાળા પાંજરાપોળ  સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.

અગાઉ પણ સરકારી કચેરીમાં પશુઓ છોડી મુકવા નિર્ણય લેવાયો હતો

થોડા સમય પહેલા પણ ઘાસચારાની તીવ્ર અછત પ્રવતર્તી હતી. જ્યારે કાંટ -રાજપુર પાંજરાપોળ અને જિલ્લાની અન્ય ગૌશાળાઓ તેમજ પાંજરાપોળમાં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો હતો. ત્યારે પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આંદોલન છેડયું હતું. અને તે સમયે પણ પશુઓને સરકારી કચેરીમાં છોડી મૂકવા માટેનો પ્રયાસ થયો હતો. દરમિયાન સરકાર સાથે વાટાઘાટો થયા બાદ સહાય ચૂકવવામાં આવી હતી.

Back to top button