અમદાવાદગુજરાત

અમદાવાદમાં કેરળની ઘટના મુદ્દે ABVPના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, SFI ગંભીર આક્ષેપ

Text To Speech

અમદાવાદ, 12 માર્ચ 2024, કેરળનાં KVASU કેમ્પસમાં ત્યાંના રાઇટ સંગઠન સાથે જોડાયેલો આશરે 20 વર્ષની ઉંમરનો યુવાન જે.એસ સિદ્ધાર્થન અભ્યાસ કરતો હતો. જેના પર SFI ના કાર્યકર્તાઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું અમાનવીય કૃત્ય અને રેગિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી કંટાળી વિદ્યાર્થીએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. આ ઘટના મુદ્દે આખા ભારતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 500થી વધારે સ્થાન ઉપર પ્રદર્શન કરાયું અને સિદ્ધાર્થને ન્યાયની માંગણી સાથે આરોપી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

SFI કાર્યકર્તાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
ABVP નેતા ધ્રુમિલ અખાણીએ HD ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેરળના KVASU કેમ્પસમાં જે.એસ સિદ્ધાર્થન નામનો વિદ્યાર્થી પશુ ચિકિત્સા પર અભ્યાસ કરી રહ્યો હતો. SFI ના કાર્યકર્તાઓ દ્વારા જાતિ વિષયક, રેગિંગ તેમજ અત્યાચાર ગુજાર્યા બાદ તેનું અપહરણ કરીને હોસ્ટેલના એક બ્લોકમાં ત્રણ દિવસ સુધી પૂરી દેવામાં આવ્યો, સાથે તેને માર મારવામાં આવ્યો ત્યાર બાદ થયેલી પીડાના કારણે તેનું મોત થયું, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્યાંના સત્તાધીશોનાં જણાવ્યાં પ્રમાણે વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. પરંતુ FSL ના રિપોર્ટ દરમિયાન તેના શરીર પર વિવિધ ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા.

500 થી વધારે સ્થાનો ઉપર પ્રદર્શન કરાયુ
FSI તેમજ કોંગ્રેસના સત્તાધીશોએ વિષયને દબાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરિવાર પર કેસ પાછો ખેંચવા વારંવાર દબાણ કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર KVASU કેમ્પસમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ વાલીઓ પોતાના બાળકોને કેમ્પસમાં ભણવા મોકલાવે કે નહીં તે વિષયને લઈને સતત ચિંતિત છે. મંગળવારે સવારે સમગ્ર ભારતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 500 થી વધારે સ્થાનો ઉપર પ્રદર્શન કરાયું હતું. અને સિદ્ધાર્થન માટે ન્યાયની માંગણી કરી હતી. તેમજ આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદના વ્યક્તિએ રોબોટને બનાવ્યો વેઈટર! વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Back to top button