અમદાવાદ પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે ઉઠ્યો વિરોધનો સૂર, પોસ્ટરો લાગતો પોલીસ થઈ દોડતી
અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓમાં દિવસેને દિવસેને વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોસ્ટરો શહેરમા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં રાત્રી દરમિયાન ચોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર આ ચોરો સામે કાર્યવાહી કરવામા નિષ્ફળ રહી છે. જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ રોષને વ્યક્ત કરતા વેપારીઓએ દુકાનો અગાળ પોસ્ટરો લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.
અમદાવાદમાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદ શહેરમાં તસ્કરોને પોલીસનો ડર રહયો ન હોય તેમ તસ્કરો બેફામ બની રહ્યા છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠાવતો પોસ્ટરો શહેરમાં લાગ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગને લઈ પોસ્ટર લાગ્યા છે.સ્થાનિક દુકાનદારોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોસ્ટરો લગાવ્યા છે.
જાણો પોસ્ટરમાં શું લખ્યું
સેટેલાઈટ પોલીસની કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો.આજે સેટેલાઈટ વિસ્તારના પ્રેરણા તીર્થ દેરાસર નજીક વ્રજ વિહાર કોમ્પલેક્ષ 5-6 અને રત્નદિપ કોમ્પલેક્ષમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટરમાં લખ્યું છે કે એક જ મહિનામાં વ્રજ વિહાર 05 અને 06 કોમ્પલેક્ષમાં 5 થી 6 દુકાનના 2 વાર તાળા તુટ્યા, તેની પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરી છે, છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તેમજ આ પોસ્ટરમાં પોલીસ પેટ્રોલીંગની વાતો માત્ર પોકળ હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.
પોલીસ પર સ્થાનિકોએ લગાવ્યો આરોપ
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં રાત્રી દરમિયાન અનેક દુકાનોના તાળા તૂટ્યા હતા.આ અંગે વેપારીઓએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તેમ છતા સેટેલાઈટ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચોરીની આ ઘટનાઓમાં સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. છતા પણ પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામા આવતી નથી તેના કારણે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.
પોસ્ટરો વાયરલ થતા પોલીસ દોડતી થઈ
સેટેલાઈટના પ્રેરણા તીર્થ દેરાસર નજીક કોમ્પલેક્ષમાં લાગેલા આ બેનરો સોસિયલ મીડિયામા વાયરલ થતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીર: સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, સતત બીજા દિવસે વધુ 2 આતંકી ઠાર