Propose Day 2024: સેલેબ્સના રોમેન્ટિક પ્રપોઝલ, કેટલાકે વિદેશમાં તો કેટલાકે દરિયા કિનારે કર્યો પોતાના પ્રેમનો એકરાર
પ્રપોઝ ડે 2024: આજે, ‘પ્રપોઝ ડે’ના ખાસ અવસર પર, ચાલો જાણીએ તે બોલિવૂડ સ્ટાર્સ વિશે જેણે ખૂબ જ રોમેન્ટિક અને ખાસ અંદાજમાં પાર્ટનર સામે કેટલાકે વિદેશમાં તો કેટલાકે દરિયા કિનારે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.
રોમાન્સ વિશે વાત આવે અને શાહરૂખ ખાનનો ઉલ્લેખ ન થાય તે શક્ય જ નથી. રીલની સાથે સાથે કિંગ ખાન રિયલ લાઈફમાં પણ ખૂબ જ રોમેન્ટિક છે. શાહરૂખે મુંબઈના દરિયા કિનારે લઈ જઈને ગૌરી ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
રણબીર કપૂરે જંગલ સફારી દરમિયાન આલિયા ભટ્ટને પ્રપોઝ કર્યું હતું. ઘૂંટણિયે બેસીને એનિમલ અભિનેતાએ આલિયાને વીંટી પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ પ્રપોઝલની એક તસવીર પણ શેર કરી હતી.
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લવસ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. બે મીટિંગ પછી જ નિકને ખબર પડી કે પ્રિયંકા તે છોકરી છે જેની સાથે તે લગ્ન કરવા માંગતો હતો. તેણે ગ્રીસ પ્રવાસ દરમિયાન ઘૂંટણિયે બેસીને પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા. લગ્ન પહેલા બંને માલદીવમાં રજાઓ ગાળવા ગયા હતા. આ દરમિયાન રણવીરે દીપિકાને દરિયાની વચ્ચે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ જોઈને દીપિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
સૈફ અલી ખાને પણ કરીના કપૂર ખાનને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. અભિનેતાએ તે જ જગ્યાએ પ્રપોઝ કર્યું હતું જ્યાં તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડીએ શર્મિલા ટાગોર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. સૈફે પેરિસમાં કરીનાને પ્રપોઝ કર્યું હતું.
અભિષેક બચ્ચને પણ ઐશ્વર્યા રાયને ખાસ રીતે પ્રપોઝ કર્યું હતું. જ્યારે બંને તેમની ફિલ્મ ‘ગુરુ’ના પ્રમોશન માટે ન્યૂયોર્ક ગયા હતા ત્યારે અભિષેકે હોટલની બાલ્કનીમાં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.
આ તમામ બી-ટાઉન સ્ટાર્સમાં વિકી કૌશલનું પ્રપોઝલ સૌથી અનોખુ હતું. કેટરીના કૈફ તરફથી ધમકી મળ્યા બાદ તેણે અભિનેત્રીને પ્રપોઝ કર્યું હતું. વિક્કીએ લગ્નના એક દિવસ પહેલા જ તેની લેડી લવ સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. કેટરિનાએ તેને કહ્યું હતું કે જો તે હજુ પણ પ્રપોઝ નહીં કરે તો તેને આખી જિંદગી ટોન્ટ સાંભળવા પડશે.
આ પણ વાંચો : ’12th Fail’ એક્ટર વિક્રાંત મેસી બન્યો પિતા, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બેબી બૉયની ગૂડ ન્યૂઝ