BJP સામે ઓવૈસીનો રોષ, કહ્યું- નૂપુર શર્મા સામે કાર્યવાહીમાં કેમ લાગી વાર?
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી માટે ભાજપ અને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. ઓવૈસીએ કહ્યું કે નુપુર શર્માના નિવેદન બાદ ભાજપે તેના પર કાર્યવાહી કરવા માટે 10 દિવસનો સમય કેમ લીધો? ઓવૈસીએ કહ્યું કે હિંસા રોકવાની જવાબદારી સરકારની છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી, સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહીમાં વિલંબ કેમ કર્યો. અગાઉ કાર્યવાહી થવી જોઈતી હતી. ઓવૈસીએ સ્પષ્ટ કહ્યું કે જો તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવે છે, તો કાયદાએ પોતાનો માર્ગ અપનાવવો જોઈએ. AIMIMના વડાએ કહ્યું કે 2014થી મોબ લિંચિંગની ઘટનાઓ વધી છે. શા માટે તમે કોઈના ઘરમાં ઘૂસી જાઓ છો? શું તમે મુખ્ય ન્યાયાધીશ છો? બુલડોઝર દેશના બંધારણને નબળું પાડશે. ઓવૈસીએ કહ્યું કે મારો ગુસ્સો એ છે કે પીએમ દેશના દરેક વ્યક્તિના પીએમ છે. મારા પીએમ મોદીજી મારું દર્દ સમજી રહ્યા નથી અને તરત જ અન્ય દેશોની વાત કરીને એક્શનમાં આવી ગયા, આ ખોટું છે.
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં ભાજપે પોતાની પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આ મામલે AIMIS ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં કહ્યું હતું કે નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ. તેણે કહ્યું કે નુપુર શર્માએ માફી માંગી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં અંગ્રેજીમાં ‘ઈફ’ લખ્યું છે. તેણે ક્યાં માફી માંગી?
ઓવૈસીએ પણ સરકાર પર કર્યા વાર
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે “આ સરકાર બુલડોઝરની રાજનીતિ કરે છે. જ્યારે પણ કંઇક થાય છે ત્યારે બુલડોઝર ચાલુ થઇ જાય છે, તો શું હવે નુપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? તેમણે કહ્યું કે જ્યારે દેશના મુસ્લિમોની વાત આવે છે તો પીએમ મોદી તેમની વાત સાંભળતા નથી. પીએમ ભારતીય મુસ્લિમોની વેદનાને સમજી શકતા નથી.” તેમણે ભાજપ પર દેશના મુસ્લિમોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો.
તો શું કાનપુર હિંસા નથી?-ઓવૈસી
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, “જો નુપુર શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો કાનપુરમાં હિંસા ન થઈ હોત. હવે ત્યાંના મુસ્લિમો પર NSA લાદવામાં આવી રહી છે. હું કાનપુર કેસમાં સાચો અને ખોટો ચુકાદો આપી શકતો નથી. અમે હિંસાના સમર્થનમાં નથી. અમે કહીએ છીએ કે જો સરકારે અગાઉ કંઈક કર્યું હોત તો હિંસા ન થઈ હોત. જો અગાઉ પગલાં લેવામાં આવ્યા હોત તો આ વાર્તાનો અંત આવ્યો હોત.”