નવસારીમાં ફાયર સેફ્ટી વગરની મિલકતો સીલ, પાલિકાની કાર્યવાહીથી દુકાનદારોમાં રોષ, વિરોધ પ્રદર્શનની ચીમકી
છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થતા સુરક્ષા માટે નવસારીમાં કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી લગાવવાની નોટિસ આપવામાં આવી હતી. આમ છતા આ ઇમારતોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન કરતા પાલિકાએ આવી ઇમારતોને સીલ કરવાની કાર્યાવાહી હાથ ધરી છે.
વિજલપોર શહેરની 16 કોમર્શિયલ ઇમારતો શીલ કરાઈ
રાજ્યમાં ઈમારતોમાં કોઈને કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા રાજ્યની મોટી ઈમારતોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી પાલિકાએ નિજલપોરમાં આવેલ કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી લગાવવાની નોટિસ આપી હતી. છતા પણ આ ઇમારતોમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા પાલિકાએ નવસારીની વિજલપોર શહેરની 16 કોમર્શિયલ ઇમારતોમાં આવેલ દુકાનો, ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાનદારોએ કર્યો વિરોધ
નવસારીના વિજલપોર શહેરની 16 કોમર્શિયલ ઇમારતો પાલિકા દ્વારા શીલ કરવામાં આવી છે, જેની સામે દુકાનદારો વિરોધ કર્યો છે. દુકાનદારોનું કહેવુ છે કે પાલિકાએ નોટીસ આપ્યા વિના જ સિલીંગની કામ શરુ કરી દીધુ છે. જેથી દુકાનદારોએ પાલિકાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે. શહેરોમાં કોમર્શિયલ બહુમાળી ઇમારતોમાં લોકોની અવર જવર વધુ હોય છે. જેથી પાલિકાએ આ મામલે કાર્યવાહી કરતા પહેલા નોટીસ આપવાની હોય છે. પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા આ મામલે તેમને કોઈ નોટીસ આપવામાં આવી નથી અને આ કાર્યવાહી શરુ કરી દીધી છે. જેથી આ મામલે દુકાનદારોએ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ પાલિકા ગેરકાયદે મિલકતોને સીલ મારતી હોવાનો આક્ષેપ પણ દુકાનદારોએ લગાવ્યો છે.
આ પણ વાંચો : પાલિતાણા વિવાદ : આજે મળશે ટાસ્ક ફોર્સની ઉચ્ચસ્તરીય બેઠક, જૈન સમાજના પ્રશ્નોનું લાવશે નિરાકરણ