આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની ભારતમાં મિલકતો જપ્ત

Text To Speech
  • NIAની કાર્યવાહી, અમૃતસર અને ચંદીગઢ સ્થિત સંપતિઓ જપ્ત
  • હિન્દુઓને પન્નુએ કેનેડા છોડવાની આપી હતી ધમકી

પંજાબનાં અમૃતસર અને ચંદીગઢમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં NIA દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની અમૃતસર અને ચંદીગઢ સ્થિત સંપતિઓને જપ્ત કરવામાં આવી છે. પન્નુ હાલ અમેરિકામાં રહી રહો છે પરંતુ કેનેડા અને ભારતના વિવાદ વચ્ચે પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને કેનેડા છોડવાની ધમકી આપતો વિડીયો જારી કર્યો હતો. અમૃતસરનાં ખાનકોટ ગામમાં પન્નુની ખેતીની જમીન તથા ચંદીગઢના સેક્ટર 15 માં આવેલા પન્નુનાં ઘરને જપ્ત કરવામાં આવ્યું છે.

કોણ છે ગુરપતવંતસિંહ પન્નુ ?

મૂળ પંજાબનાં ખાનકોટથી સંબંધ રાખનાર ગુરપતવંતસિંહ પન્નું હાલ અમેરિકાનો નાગરિક છે. પંજાબ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરીને પન્નુ વિદેશ પહોંચ્યો હતો. ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં વસવાટ કરે છે. તે વિદેશમાં રહીને જ ખાલિસ્તાની પ્રવૃતિઓ ચલાવી રહ્યો છે અને સમયે સમયે વિડીયો બહાર પાડીને ભારત સરકાર વિરૂધ્ધનો પ્રચાર કરી રહ્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી પન્નુએ સિખ ફોર જસ્ટિસ નામનું સંગઠન બનાવ્યું છે જેના પર ભારતે 2019માં પ્રતિબંધ લગાવ્યો હતો.

પન્નુ દર થોડા થોડા દિવસે વીડિયો બનાવીને ભારતમાંથી પંજાબને અલગ કરવાની અને તેને ખાલિસ્તાન બનાવવાની ભડકાવનારી વાતો કરતો રહે છે. તે અમેરિકા તેમજ કેનેડામાં સિખ સમુદાયને ભારતની વિરુદ્ધ ભડકાવવામાં પણ અગ્રીમ છે.

 શા માટે અમૃતસર અને ચંદીગઢની સંપતિઓ જપ્ત કરાઇ ?

NIA દ્વારા સંપતિઓ જપ્ત કર્યા બાદ  સંપતિની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું.  જેમાં જણાવવામાં આવ્યું હતું કે પન્નુનો હવે આ સંપતિઓ પર કોઈ અધિકાર રહ્યો નથી અને આ સંપતિ હવે સરકારી સંપતિ બની ચૂકી છે. મોહાલીમાં 2020માં નોંધાયેલ અલગતવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા પ્રોત્સાહિત કરવાના આરોપમાં પન્નુએ ફરાર આરોપી રહેલો છે.

Back to top button