- પાંચ મિલકતોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી આ નિર્ણય કરાયો
- શહેરમાં કુલ 615 જેટલી મિલકતની હરાજી કરવા આવશે
- તંત્ર 1 રૂપિયાના ટોકનદરથી મિલકતો લઇ લેશે
અમદાવાદમાં ટેક્સ ન ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ટેક્સ ન ભરનારની મિલકતોની હરાજી કરાશે. શહેરમાં કુલ 615 જેટલી મિલકતની હરાજી કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. એ માટે વર્તમાનપત્રોમાં જાહેરાત સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ સાર્વત્રીક મેઘની આગાહી, આજે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
પાંચ મિલકતોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી આ નિર્ણય કરાયો
65 જેટલા ટેક્સધારક દ્વારા તેમનો બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યો છે. કુલ 553 જેટલા ટેક્સધારકો દ્વારા હજી સુધી ટેક્સ ભરવામાં ન આવતા તેમની મિલકતોની હરાજી કરવામાં આવશે. તેમજ નવરંગપુરા, એલિસબ્રીજ પાસે 5 મિલકતોનો ટેક્સ બાકી છે. તથા પાંચ મિલકતોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે-તે મિલકતધારકની મિલકતની હરાજી કરવામાં આવશે. એમાં સૌપ્રથમ શહેરના નવરંગપુરા સીજી રોડ અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી મિલકતની હરાજી કરવામાં આવશે.
તંત્ર 1 રૂપિયાના ટોકનદરથી મિલકતો લઇ લેશે
પાંચેય મિલકતોની સરકારી માન્યતા મુજબ, અપસેટ પ્રાઇસ રૂ. 4.48 કરોડ નક્કી કરવામાં આવી છે, જેને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ હવે હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુલાઇના અંતમાં કોર્પોરેશન હરાજી કરાશે. તથા હરાજી પહેલા કરદાતાઓને ટેક્સ ભરવા માટે સમય અપાશે. તેમજ બિડર નહી મળે તો તંત્ર 1 રૂપિયાના ટોકનદરથી મિલકતો લઇ લેશે. ટેક્સ ન ભરનાર સામે એએમસીની લાલ આંખ થઇ છે. તેથી હવે ટેક્સ ન ભરનારની મિલ્કતોની હરાજી કરાશે. નવરંગપુરા અને એલિસબ્રીજ વિસ્તારની પાંચ મિલકતોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા NOC ઇસ્યુ કરવામાં આવશે
હજુ પણ અનેક મિલકતધારકો દ્વારા હજુ સુધી ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ નથી. તેથી ઝોનલ ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોજો નોંધાવવાનો ઓર્ડર કરવામાં આવેલ છે અને તેને આધારે સદર મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજો (કાચી નોંધ ) દાખલ કરવામાં આવેલ છે. આ બોજો નોંધાયાના 30 થી 60 દિવસની અંદર કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહે છે અને જો આ સમયગાળા દરમ્યાન સદર મિલકતનો ટેક્સ ભરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા NOC ઇસ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવામાં આવશે.