પ્રી ડાયાબિટીસ રિવર્સ કરવામાં યોગ્ય ડાયટ અને એક્સર્સાઈઝ કરશે કમાલ

- જો પ્રી-ડાયાબિટીસ ડાયાબિટીસમાં ફેરવાઈ જાય, તો તે મુશ્કેલ પરિસ્થિતિ બની શકે છે. ડાયાબિટીસને સાયલન્ટ કિલર માનવામાં આવે છે અને તે ધીમે ધીમે શરીરને ખોખલુ કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રી ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જ્યારે વ્યક્તિનું બ્લડ શુગર સામાન્ય કરતા વધુહોય છે, પરંતુ તેને ટાઈપ 2 ડાયાબિટીસ માનવામાં આવતો નથી. ખોટો આહાર અને જીવનશૈલી ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો પ્રી-ડાયાબિટીસ ડાયાબિટીસમાં ફેરવાઈ જાય, તો તે મુશ્કેલ પરિસ્થિતિ બની શકે છે. ડાયાબિટીસને સાયલન્ટ કિલર માનવામાં આવે છે અને તે ધીમે ધીમે શરીરને ખોખલુ કરે છે. પ્રી-ડાયાબિટીસની સ્થિતિ યોગ્ય જીવનશૈલી અને ખાણીપીણીથી રિવર્સ કરી શકાય છે.
આ પદ્ધતિઓ વડે પ્રી ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો
વ્યાયામ શરૂ કરો
થોડી કસરત પણ બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. દર બીજા દિવસે કસરત કરવામાં આવે તો પણ તે યોગ્ય પરિણામ આપી શકે છે.
કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ
કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું સંયોજન બ્લડ સુગરના સ્તરને અસર કરે છે. અઠવાડિયામાં 2-3 દિવસ કાર્ડિયો અને 2-3 દિવસ રેજિસ્ટન્સ ટ્રેનિંગ કરવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.
કેલરીનું ધ્યાન રાખો
ડાયટમાં કેલરી ડેફિસિટ અપનાવવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. જે લોકોમાં સ્નાયુઓની અછત હોય, તેમના માટે થોડી કેલરી સરપ્લસ જાળવી રાખવી ફાયદાકારક બની શકે છે.
પ્રોટીનનું યોગ્ય સેવન
પ્રોટીન મસલ્સ બનાવવામાં મદદ કરે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં સહાયક છે. પ્રોટીન પાચન ધીમું કરીને ભૂખ ઘટાડે છે.
કાર્બોહાઈડ્રેટ્સ પર નિયંત્રણ
જેઓ વધુ કાર્બોહાઈડ્રેટ્સ ખાય છે તેમણે તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને હેલ્ધી ફેટનું સેવન કરવું જોઈએ. ફળો, શાકભાજી, આખા અનાજ અને કઠોળ જેવા ફાઈબરથી ભરપૂર કાર્બોહાઈડ્રેટ્સ સારો વિકલ્પ છે.
માઈક્રોન્યુટ્રિએન્ટ્સનું મહત્ત્વ
મેગ્નેશિયમ, વિટામિન ડી અને ક્રોમિયમ જેવા માઈક્રોન્યુટ્રિએન્ટ્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.
જમવાનો સમય
સવારે વધુ કેલરી અને રાત્રે ઓછી કેલરી લેવાથી બ્લડ સુગર માટે ફાયદાકારક બની શકે છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં આ ફિલ્મ બતાવવામાં આવશે, ભારતીયો ફરી એકવાર ‘જયશ્રી રામ’ના નારા લગાવશે