ગુજરાતટોપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ, જજ એચએચ વર્માનું અહીં પોસ્ટિંગ

Text To Speech

ગુજરાત કેડરના 68 જજોની બઢતીને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની બઢતી પર રોક લગાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે 40 જજોને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. પ્રમોશનના દાયરામાં આવતા 28 જજોની બઢતી યથાવત રાખવામાં આવી છે.

68 પૈકી 28 ન્યાયાધીશોને પ્રમોશન યથાવત

સુપ્રીમ કોર્ટે અગાઉ ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી હતી.જો કે 68 પૈકી 28 ન્યાયાધીશોને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. અને 28 જજના પ્રમોશન યથાવત રાખવામાં આવ્યા છે. અને 68માંથી 40 ન્યાયાધીશોનાં પ્રમોશન રદ કરવામાં આવ્યા છે.

ગોધરાકાંડના દોષીને 17 વર્ષે SCએ જામીન આપ્યા hum dekhenge news

હાઈકોર્ટે નવી યાદી બહાર પાડી

ગુજરાતના 68 જજોની બઢતી પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હાઈકોર્ટે નવી યાદી બહાર પાડી છે. જેમાં હાઈકોર્ટે 68 જજોની પ્રમોશન લિસ્ટમાંથી 40 જજોને હટાવીને તેમના જૂના પદ પર પાછા મોકલી દીધા છે. આ સિવાય હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રમોશન માટે લાયક ગણાતા બાકીના 28 જજોની અલગ યાદી બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી 40 જજોના નામની પસંદગી કરવામાં આવશે.

જજ એચએચ વર્માના પ્રમોશન પર શું થઈ અસર ?

મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવનાર જજ એચએચ વર્માના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર થઈ નથી. વર્મા સહિત 27 અન્ય ન્યાયાધીશોની પદોન્નતિ યથાવત રાખવામાં આવી છે કારણ કે તે બધાએ લેખિત પરીક્ષામાં 124 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. વર્માએ લેખિત પરીક્ષામાં 127 માર્ક્સ મેળવ્યા હતા. અગાઉની યાદીમાં એચ.એચ.વર્માને બઢતી આપી રાજકોટ મોકલવામાં આવ્યા હતા. નવી યાદીમાં પણ જજ એચએચ વર્માનું પોસ્ટીંગ રાજકોટમાં રાખવામાં આવ્યું છે. તેઓ ત્યાં એડિશન ડિસ્ટ્રિક્ટ અને એડિશન સેશન્સ જજ તરીકે કામ કરશે.

 આ પણ વાંચો : માનહાનિના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ, જાણો શું છે મામલો

Back to top button