પેપર લીક કરનારાની થોડા રૂપિયાની લાલચે આશાસ્પદ યુવતીનું મોત થયુ
જુનિયર-ક્લાર્કની પરીક્ષા રદ થતા ઝેરી દવા પીનાર આશાસ્પદ યુવતીનું 15મા દિવસે મોત થયુ છે. પેપર લીક કરનારાની થોડા રૂપિયાની લાલચ આશાસ્પદોના જીવન રોળી નાખે છે. પરીક્ષા રદ થયાના આઘાતમાં બીજા દિવસે ઝેરી દવા પી લીધી હતી, આ યુવતીનું 15 દિવસ બાદ આજે મોત થતા અરેરાટી ફેલાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય
પરીક્ષા રદ્દ થવાના પગલે આઘાતમાં ઝેરી દવા પી લીધી
ભાવનગર જિલ્લાના હાથબ ગામે રહેતી યુવતીએ થોડા દિવસ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા પરીક્ષા રદ્દ થવાના પગલે આઘાતમાં ઝેરી દવા પી લીધી હતી. આ યુવતીનું 15 દિવસ બાદ આજે મોત થતા અરેરાટી ફેલાઈ હતી. ગત તા.29.01ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનાર હતી. પરંતુ પેપર લીક થતા પરીક્ષા રદ થઈ હતી. ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતી પાયલબેન કરશનભાઈ બારૈયા (ઉ.વ.21) પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતી હતી અને તે પણ પરીક્ષા આપવા પહોંચી હતી.
આ પણ વાંચો: ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની મુશ્કેલીઓ વધી
પાયલબેને હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા
પરંતુ પરીક્ષા રદ થતા તે વ્યથિત બનીને ઘરે પરત ફરી હતી. પરીક્ષા રદ થયાની વાત તેને લાગી આવતા ગત તા.30.01ના રોજ સાંજે ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ગત રાત્રિના પાયલબેને હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. જેના પગલે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદ: AMC આકરા પાણીએ, ટેક્સ નહીં ભરનારના પાણી-ગટર-વીજળી જોડાણ કાપશે
ઓલપાડમાં UPSCની તૈયારી કરતી યુવતીનું રહસ્યમય મોત
ઓલપાડ તાલુકાના કોસમ ગામમાં આવેલા કોસમ ફળિયામાં રહેતા અને એસટીમાં ટિકિટ ચેકર જગદીશભાઈ પટેલની પુત્રી હનીકુમારી (ઉં.વ.21) બી.કોમ. પછી યુપીએસસીની તૈયારી કરી રહી હતી. રવિવારે રાત્રે હનીકુમારી મોડે સુધી અભ્યાસ કર્યા બાદ માતાને સવારે મોડેથી ઉઠાડવા માટે કહી સુઈ ગઈ હતી. સોમવારે સવારે માતા જગાડવા જતા તેણે કોઈ જવાબ નહીં આપતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.