લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાથી બીમારીનો ખતરોઃ સુધારો આદતો
- એક જ જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી હાર્ટ એટેકનું જોખમ
- લાંબો સમય બેસવુ આલ્કોહોલ કે ધુમ્રપાન જેટલુ જ જોખમી
- હાડકાં અને સ્નાયુઓ માટે પણ છે બેસી રહેવુ જોખમી
ઓફિસ ડેસ્ક હોય કે ઘર લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરવુ અથવા તો ઘરમાં સતત ટીવી જોવું કે કોઇ પણ કામ વગર બેસી રહેવાથી તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઇ શકે છે. સાથે સાથે તમને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. આલ્કોહોલ, ધૂમ્રપાન અને જંક ફૂડની જેમ, લાંબા સમય સુધી બેસવું એ પણ હ્રદયના રોગ સહિતના અનેક જુની બીમારીઓ માટે જોખમી છે.
જ્યારે તમે સતત બેઠા રહો છો, તો તમારા શરીરમાં માત્ર કેલરી જ સંગ્રહિત થતી નથી, પરંતુ તમે તમારા હાડકાં અને સ્નાયુઓ માટે પણ જોખમ ઉભુ કરો છો. જ્યારે કોઇ મુવમેન્ટ વગર વ્યક્તિ એક જ સ્થિતિમાં બેસી રહે છે ત્યારે તે તમારા બ્લડ સર્ક્યુલેશન અને બ્લડ પ્રેશરને પ્રભાવિત કરે છે, જે આરોગ્ય સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે.
એક્સપર્ટ્સ કહે છે કે રોજિંદા જીવનમાં ધીમે ધીમે પરિવર્તનની સાથે મોટાભાગના લોકો એક જ જગ્યા પર બેસીને વધુ સમય પસાર કરે છે. બેઠાડુ જીવનશૈલી ઘણા લોકો માટે સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો તેમના ડેસ્ક પર, સ્ક્રીનની સામે, લાંબા સમય સુધી બેઠા હોય છે. આમ કરવુ ધૂમ્રપાન જેટલું જ ખતરનાક છે. તેથી વધુ પડતુ બેસવુ તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.
જાણો વધુ બેસવાથી હેલ્થને કેવા નુકશાન થાય છે.
એથેરોસ્ક્લેરોસિસનો ખતરો
એથેરોસ્ક્લેરોસિસ, ધમનીઓમાં પ્લાક બનાવે છે, જે હાર્ટ ડિસીઝ માટે જોખમી છે. જો કોઇ વ્યક્તિ મોડે સુધી બેસી રહે છે તો તેનામાં બ્લડ સરક્યુલેશન ઘટે છે અને શરીરમાં જમા થયેલી ફેટને બર્ન કરવાની તંત્રની કાર્યક્ષમતા ઘટે છે. તે ધમનીઓને સંકોચી શકે છે.
બ્લડ સર્ક્યુલેશનનું બગડવુ
લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશન બગડે છે. નીચેના શરીરમાં લોહીના ગઠ્ઠા બહની જાય છે. જેના લીધે ડીપ વેન થ્રોમ્બોસિસ થઇ શકે છે. હ્રદય રોગનો હુમલો કે સ્ટ્રોકનો ખતરો વધે છે. બ્લડ ફ્લોને યોગ્ય રાખવા અને તેના ખતરાથી બચવા માટે એક્સર્સાઇઝ કરવી ખૂબ જરૂરી છે.
હાઇ બ્લડ પ્રેશર
લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડપ્રેશર વધે છે. ફિઝિકલ એક્ટિવીટી અને બ્લડ ફ્લોનો અભાવ, હાઈ બ્લડ પ્રેશરને વધારે છે, જે હૃદય રોગ માટે જોખમી છે. દૈનિક કસરત અને બેસવાનો સમય ઓછો કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.
સ્થૂળતાનુ જોખમ
લાંબા સમય સુધી બેસવું એ ઘણીવાર બેઠાડુ જીવનશૈલી સાથે સંકળાયેલું હોય છે. તેના કારણે વજન વધી જાય છે અને સ્થૂળતા તરફ દોરી શકે છે. વધારે વજન હૃદય પર વધારાનું દબાણ પાડે છે, જેનાથી હૃદય રોગ, હાઇ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું જોખમ વધે છે. રોજિંદી કસરત કરવાથી અને બેસવાનો સમય ઘટાડવાથી વજનને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે.
આટલુ રાખો ધ્યાન
- સતત બેસી ન રહો. થોડી થોડી વારે ઉભા થાવ અને આંટો મારો.
- સ્ટેન્ડિંગ ડેસ્ક કે એડજસ્ટેબલ વર્કસ્ટેશન નો ઉપયોગ કરી શકો છો. તેના કારણે માંસપેશીઓ એક્ટિવ રહેશે અને બ્લડ સરક્યુલેશન પણ સુધરશે
- બપોરના ભોજન બાદ કે ડિનર બાદ તરત બેસો નહીં. એક્ટિવ રહો. સીડીઓ ચઢો કે ફરો
- અઠવાડિયામાં કમ સે કમ 150 મિનિટની મીડિયમ ઇન્ટેન્સિટી એક્સર્સાઇઝ કરો. કાર્ડિયો એક્સર્સાઇઝ પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ થાઇરોઇડને કન્ટ્રોલમાં રાખશે આ ફુડ