ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

શું છે પ્રોજેક્ટ ચિત્તા, નામીબિયાથી શા માટે લાવવામાં આવી રહ્યા છે, જાણો સમગ્ર વિગત

Text To Speech

17 સપ્ટેમ્બરના રોજ સાત દાયકા પછી ભારતની ધરતી પર ચિત્તા દેખવા મળશે. નામિબિયાથી આઠ ચિત્તા શનિવારે ભારત પહોંચવા માટે 20 કલાકની મુસાફરી કરશે. તેમને વિશેષ વિમાન દ્વારા પહેલા જયપુર અને પછી અહીંથી હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. 1952માં ભારતમાં ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે આ ચિત્તાઓને ચિતા રિપ્લેસમેન્ટ પ્રોજેક્ટના નેશનલ પાર્કમાં બનાવવામાં આવેલા ખાસ વાડામાં છોડશે.

નામીબિયાથી શા માટે લાવવામાં આવી રહ્યા છે ચિત્તાને?

70 વર્ષ પહેલા ભારતના જંગલોમાં ચિત્તાઓ ફરતા જોવા મળતા હતા. તેને નવાપાષણ યુગની ગુફા ચિત્રો, મુઘલ અને બ્રિટિશ યુગમાં લખાયેલા સામયિકોમાં જોઈ શકાય છે. જો કે હવે તેઓ ભારતના જંગલોમાં શોધ્યા પછી પણ મળ્યા નથી. વધતી જતી વસ્તી, ઘટતો શિકાર અને રાજવી પરિવારો દ્વારા તેમનો શિકાર કરવાને કારણે, આઝાદીના થોડા વર્ષો પછી ચિત્તા ધીમે ધીમે લુપ્ત થઈ ગયા. વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી જે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેઓ ગોળીઓની વણઝાર સામે ટકી શક્યા નહી. 1947માં છેલ્લા ત્રણ ચિતાઓ કોરાવીના મહારાજા દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.

શું છે યોજના?

ભારત હંમેશા ઇચ્છતું હતું કે ચિત્તા તેના જંગલોમાં પાછા ફરે. જો કે, એશિયાટિક ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા કારણ કે ઈરાને ભારતની વિનંતીને નકારી કાઢી હતી. હવે ઈરાનમાં માત્ર 20 જેટલા એશિયાટિક ચિત્તા બચ્યા છે. આ જ કારણ છે કે સરકાર આફ્રિકા તરફ વળી. જ્યાં લગભગ 7,000 ચિત્તા છે, જે મોટાભાગે નામીબિયા, બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. 12 વર્ષથી વધુની વાતચીત પછી નામિબિયા અને ભારતની સરકારએ આખરે આ વર્ષે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. નામીબિયા આગામી પાંચ વર્ષમાં 50 ચિત્તા ભારત મોકલવા માટે સંમત છે.

20 કલાકની મુસાફરી બાદ ચિત્તા ભારત પહોંચશે

પાંચ નર અને ત્રણ માદા સહિત આઠ ચિત્તાઓને નામીબિયાથી વિશેષ બોઇંગ 747-400 એરક્રાફ્ટમાં જયપુર લાવવામાં આવશે. જે 20 કલાકમાં 8,000 કિમીનું અંતર કાપશે. નામિબિયાના ચિતા સંરક્ષણ ફાઉન્ડેશન (CCF)ની એક ટીમ પણ તેમની સાથે રહેશે. જયપુરથી તેઓને હેલિકોપ્ટર દ્વારા મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના પ્રસંગે તેમને ખાસ બનાવેલા વાડામાં

છોડશે.

કુનો નેશનલ પાર્ક

કુનો નેશનલ પાર્ક એ દિલ્હીથી લગભગ 200 માઇલ દક્ષિણમાં 748 ચોરસ કિલોમીટરનો સંરક્ષિત વિસ્તાર છે. શિકારીઓને પાર્કથી દૂર રાખવા માટે 12 કિમી લાંબી ફેન્સીંગ ઉભી કરવામાં આવી છે. જેમાં વધુમાં વધુ 21 ચિત્તા રહી શકે.

ભારતનો ઇનકાર

‘પ્રોજેક્ટ ચિતા’ની અંતિમ ક્ષણોમાં મુશ્કેલી ત્યારે આવી જ્યારે ભારતે આઠમાંથી ત્રણ ચિત્તાને સ્વીકારવાનો ઇનકાર કરીને કહ્યું કે તેઓ કેદમાં જન્મ્યા છે અને જંગલમાં ટકી શકશે નહીં. પરંતુ નામિબિયાના પ્રવાસન મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ આઠ પ્રાણીઓ જ્યારે તે નાના હતા ત્યારે પકડાયા હતા અને તેમને શિકાર કરતા આવડે છે.

ખુબ જ ધ્યાન રાખવામાં આવશે 

રાષ્ટ્રીય ઉદ્યાનના 50×30 મીટરના વર્તુળમાં ચિત્તાઓને એક મહિના માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે, અને સતત નજીકની દેખરેખ હેઠળ રહેશે. બાદમાં તેમને સંરક્ષિત વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

નિષ્ણાતોમાં ચિંતા

નિષ્ણાતોને ચિત્તા વિશે ઘણી ચિંતાઓ છે. ઉદાહરણ તરીકે માત્ર 12 કિમીના વિસ્તારને વાડ કરવામાં આવી છે અને ચિત્તાઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બહાર નીકળી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ચિતલ હરણનો શિકાર કરવો ચિત્તો માટે પડકારજનક રહેશે કારણ કે તેઓ આફ્રિકામાં જોવા મળતા નથી. પરંતુ આ પ્રકારના પ્રયોગોએ આફ્રિકાના કેટલાક ભાગોમાં સારા પરિણામો આપ્યા છે કારણ કે ચિત્તા અત્યંત અનુકૂલનશીલ છે.

Back to top button