નશાબંધી કમિશનર ડિંડોરની લેવિશ ફેરવેલ પાર્ટી, ‘નશાયુક્ત’ નઝરાણાની પેશગી

અમદાવાદ, 3 ફેબ્રઆરી: લિકર પરમિટ આપવામાં થતા ભ્રષ્ટાચાર સામે તાજેતરમાં નિવૃત્ત થયેલા નશાબંધી અને આબકારી નિયામક તરીકે પ્રમોટ કરાયેલ IAS એલ.એમ. ડિડોર છેલ્લા ઘણા સમયથી લિકર ધારકો અને સ્ટોર ધારકોને પરમિટ માટે ખાસ તોડ કરવા માટે હેરાન કરતા હતા. રાજધાનીમાં ખુદ નશાબંધી વિભાગના જ નિયામક ડિંડોરની ફેરવેલ પાર્ટીની ચર્ચાએ જોર પકડ્યુ છે. નશાબંધી વિભાગના વહીવટદારોએ 29મી જાન્યુઆરીએ સાંજે હાઉસ ઓફ યાંકી બેંકવેટ હોલમાં ગુજરાત સરકારની નશાબંધીની નીતિના ધજાગરા ઉડાડી દેવાયા હોવાનું પણ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે જે ખાતાના વડા નિવૃત્ત થતા હોય ત્યારે પોતે પોતાના કર્મચારીઓથી અજાણ હોય તે માની શકાતુ નથી. ત્યારે ડિંડોરની પાર્ટીમાં ફેરવેલ પાર્ટી નશાબંધી વિભાગના વહીવટદારોએ રાખી હતી અને તેનાં કાર્ડ બનાવીને વહેંચવામાં આવ્યાં હતાં. આ કાર્ડમાં નશાબંધી વિભાગના કમિશનરપદેથી નિવૃત્ત થઈ રહેલા ડીંડોરની ફેરવેલ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ પાર્ટીના નિમંત્રકો તરીકે કોઈનું નામ નહોતું. માત્ર નિવૃત્ત થઈ રહેલા અધિકારીની ફેરવેલ પાર્ટી રક્ષા શક્તિ બ્રિજ પાસેના હાઉસ ઓફ યાંકી બેંકવેટ હોલમાં રખાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે મુંબઈમાં બોલીવુડ સ્ટાઈલની પાર્ટીમાં ડાન્સને દારૂની છોળો ઊડી હોવાની પણ ચર્ચા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
આટલુ ઓછુ હોય તેમ રિટાયર્ડ થયા પછી પણ નિયામક કચેરીનો કબજો સંભાળનારા નશાબંધી કેડરના વર્ગ-3ના અધિકારીએ તમામ નશાબંધી અધિકારીઓ અને લિકર પરમિટ ધરાવતા હોટેલ્સ અને વિવિધ કંપનીઓના કોર્પોરેટ સેક્ટરના ટાયકૂનોને IAS ડિંડોરની ફેરવેલમાં બોલાવ્યા હતા. કહેવાય છે કે, આ ફેરવેલમાં સેવા બદલ કાયમી યાદ માટે નજરાણાં પેશ કરવા પણ સૂચના અપાઈ હતી. આવા જાયન્ટ ફેરવેલની જાણ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મનોજ દાસને થતા તેમણે નશાબંધી નિયામક ડિંડોરને ઠપકાર્યા હતા, કચેરીમાં રિટાયર્ડ અધિકારી શું કરે છે ? તેમ કહીને બરોબરના ઝાટક્યા હતા.
આ પાર્ટીનું આયોજન કોણ કર્યુ હતુ તે હજુ બહાર આવ્યુ નથી. ત્યારે શંકાની સોય ડિંડોર તરફ જાય તે સ્વાભાવિક છે. ભલે કેવુ આયોજન કરાયુ છે તેની આગોતરી જાણ ન હોય પરંતુ પાર્ટીમાં ગયા પછી પણ ભાન થયુ હોત તો આ પાર્ટીને રદ કરી શકાઇ હોત. નોંધનીય છે કે ગુજરાતમાં નશાબંધી વિભાગના નિયામક તરીકે IAS એલ એમ ડિંડોરની નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી લઈને લિકર પરમીટ માટે અરજી કરનારા અરજદારોની હેરાનગતિ વધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે નશાબંધી વિભાગની કચેરીમાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દારૂની નવી પરમિટ મેળવવા અને પરમિટ રીન્યુ કરવા ઈચ્છતા અરજદારોની ખરાઈ કરવા રૂબરૂમાં બોલાવીને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવતા હતા. આ બાબતે સીએમઓ સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને શાનદાર ફેરવેલ પાર્ટી યોજી હતી. ત્યારે આવી પાર્ટીનું આયોજના કોના ઇશારે અને કોણે કર્યુ હતુ તેની તપાસ સરકારે કરવી જોઇએ.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ