ગુજરાતટોપ ન્યૂઝ

ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર

  • ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ
  • 9મી મેથી 5મી જુન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે
  • નવુ શૈક્ષણિક સત્ર તા.4 જુલાઈથી શરૂ કરવામાં આવશે

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમાં 5મી જુન સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તથા 4 જુલાઈથી નવું સત્ર શરૂ થશે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC રસ્તા પર થૂંકનારાઓને ઈ-મેમો ફટકારશે 

વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ધોરણ.12 સાયન્સ પછીના ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ડિગ્રી ફાર્મસીની 7,310 અને ડીપ્લોમા ફાર્મસીની 1,640 બેઠકમાં પ્રવેશ લેવા માટેની કાર્યવાહી તા.9મી મેથી શરૂ કરવામાં આવશે. પ્રવેશ લેવા માગતાં વિદ્યાર્થીઓ 9મી મેથી 5મી જુન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં ગુજકેટના આધારે પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ 12મી જૂનના રોજ અને ફાઈનલ મેરિટ લિસ્ટ 20મી જૂનના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રવેશ સમિતીના આયોજન મુજબ ફાર્મસીનું નવુ શૈક્ષણિક સત્ર તા.4 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત: અરુણોદય વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ACBના સકંજામાં આવ્યા 

રાજ્યમાં ડિગ્રી ફાર્મસીની કુલ 7,310 બેઠક ઉપલબ્ધ

પ્રવેશ સમિતીએ જાહેર કરેલી વિગતો મુજબ, રાજ્યમાં ડિગ્રી ફાર્મસીની 3 સરકારી કોલેજ, 3 અનુદાનિત અને 88 ખાનગી કોલેજની મળીને કુલ 7,310 બેઠક ઉપલબ્ધ છે. ડીપ્લોમા ફાર્મસીમા સરકારી કોલેજ 1, 7 અનુદાનિત અને 18 ખાનગી કોલેજમાં કુલ 1,640 બેઠક ઉપલબ્ધ છે. ગત વર્ષે ડીગ્રી ફાર્મસીમાં 6,353 અને ડીપ્લોમા ફાર્મસીમાં 975 બેઠક પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. ગુજરાત બોર્ડની સ્કૂલોનું પરિણામ આવી ગયં છે પરંતુ CBSE, ISCE, NIOS સહિતના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકિટના આધારે રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રવેશ કાર્યવાહીમાં ગુજકેટ અથવા જેઈઈ આપી હોય અથવા બંને પરીક્ષા આપી હોય તેવા જ ઉમેદવાર ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોની રૂ.350 ફી નક્કી કરવામાં આવી છે.

પ્રવેશ સમિતી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, મોક રાઉન્ડનું ફાઈનલ ચોઈસ 12 જુનથી 18મી જુન સુધીમાં કરવાનું રહેશે, જેનું પરિણામ 20મી જૂનના રોજ જાહેર થશે. ગુજકેટના આધારે ફાઈનલ મેરિટ જાહેર થયા બાદ જેઈઈ એન્ડ નીટના આધારે મેરિટ જાહેર થશે.

Back to top button