ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

સૌથી નાનું રામચરિતમાનસ લખી પ્રોફેસરે રચ્યો ઈતિહાસ, ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન

Text To Speech
  • અજયકુમારે કાચની લંબચોરસ પ્લેટ પર રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો
  • સંપૂર્ણ મહાકાવ્ય કાચની સપાટી પર 300 પંક્તિઓમાં કોતરવામાં આવ્યું
  • પ્રોફેસર અજયકુમાર મિત્તલે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

લખનઉ, 8 જાન્યુઆરી : હાપુડના શ્રી શાંતિ સ્વરૂપ એગ્રીકલ્ચરલ ઇન્ટર કોલેજના પ્રોફેસર અને કલાકાર અજયકુમાર મિત્તલે ઈતિહાસ રચ્યો છે. તેમણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રોફેસર અજયકુમાર મિત્તલે સાદા કાચના અરીસાની એક લંબચોરસ ઓક્સાઈડ કોટેડ સપાટી પર સૌથી નાના શ્રી રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો છે. સંપૂર્ણ મહાકાવ્ય કાચની સપાટી પર 300 પંક્તિઓમાં કોતરવામાં આવ્યું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે તેમને આ માટે માન્યતા આપી હતી. એક તરફ સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોઈને કોઈ કારણસર લોકો રામ મંદિરને લઈને ચર્ચાનો હિસ્સો બની રહ્યા છે.

 

કલાકાર અજયકુમાર મિત્તલે શું જણાવ્યું ?

 

શ્રી શાંતિ સ્વરૂપ એગ્રીકલ્ચરલ ઇન્ટર કોલેજના પ્રોફેસર અને કલાકાર અજયકુમાર મિત્તલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “આ કલામાં મે બાલકાંડથી લઈને અંતિમ કાંડ સુધીના ઉતર કાંડની તમામ રચનાને 300 પંક્તિમાં દર્શાવી છે. તો હવે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પોતાના ઘરે પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના માટે આપના પૂર્વજો-ક્રાંતિકારીઓ બલિદાન આપ્યું તેમનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મારું કામ અયોધ્યામાં રામ મંદિરને સમર્પિત છે. મને મારા કામ પર ખૂબ ગર્વ છે…”

આ પણ જુઓ :બિલ્કીસ બાનો દોષિતો પાછા જેલમાં જશે, SCએ ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો

Back to top button