ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

નિર્માતા-નિર્દેશકો મારી ઉપેક્ષા કરવા લાગ્યા છે: સ્વરા ભાસ્કરે કેમ આવું કહ્યું? જાણો

  • સ્વરા ભાસ્કર જે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે તે ફરી એકવાર ચર્ચામાં આવી 

મુંબઈ, 21 જૂન: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર જે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે તે ફરી એકવાર ચર્ચામાં છે. સમાજ અને રાજકારણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર અવારનવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી સ્વરા ભાસ્કર લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, જેનું કારણ જણાવતા તેણીએ પોતે જ ખુલાસો કર્યો છે. તેણીએ કહ્યું કે, સોશિયલ મીડિયા તેના માટે સૌથી મોંઘુ સાબિત થયું છે, કારણ કે તેના કારણે તેની કારકિર્દી ખતમ થઈ રહી છે. એટલું જ નહીં, હવે ઈન્ડસ્ટ્રીના લોકો પણ મારી ઉપેક્ષા કરવા લાગ્યા છે. ઈન્ડસ્ટ્રી પણ તેને ટાળવા લાગી છે.

 

 

તાજેતરમાં, અભિનેત્રીએ બકરીઈદના અવસર પર શાકાહારીઓ પર કટાક્ષ કર્યો હતો અને પછી તેણે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નને લઈને ફાટી નીકળેલી ચર્ચા પર પોતાની પ્રતિક્રિયા આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન અભિનેત્રીએ લવ-જેહાદ જેવા મુદ્દાઓ પર વાત કરી અને એમ પણ કહ્યું કે, મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવાને કારણે તેને ઘણીવાર ટ્રોલીંગનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, લોકો તેની દીકરીને પણ આમાં ખેંચે છે.

પતિએ માત્ર અભિનય પર ધ્યાન આપવાની આપી સલાહ 

સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યુમાં ઘણા મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન તેણીએ લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળવાની ચર્ચા પર પણ વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે, કેવી રીતે વિવાદોને કારણે તેણીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઈમેજ વિકસાવી છે અને હવે ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સ તેની સાથે કામ કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તેના પતિ ફહાદ અહેમદે પણ તેને આ મુદ્દાઓમાં પડવાને બદલે ચૂપ રહેવા અને માત્ર કામ કરવાની સલાહ આપી છે. સ્વરાના કહેવા પ્રમાણે, તેની કારકિર્દીનો અંત આવી રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Connect Cine (@cine.connectmedia)

સોશિયલ મીડિયા સૌથી મોંઘુ સાબિત થયું: સ્વરા ભાસ્કર 

સ્વરા ભાસ્કરે કહ્યું કે, સોશિયલ મીડિયા તેના માટે સૌથી મોંઘુ સાબિત થયું છે, કારણ કે તેના કારણે તેની કરિયર પણ ખતમ થઈ રહી છે. એટલું જ નહીં, સ્વરાએ એમ પણ કહ્યું કે, હવે ઈન્ડસ્ટ્રીના લોકો તેની સાથે ‘અછૂત’ જેવો વ્યવહાર કરે છે. સ્વરાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “મારા નિવેદનોને કારણે મારું સતત નામ વિવાદોમાં ફસાયેલું રહે છે, હવે ઈન્ડસ્ટ્રી મને ટાળવા લાગી છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા નિર્માતાઓ માટે હું ‘અછૂત’ બની ગઈ છું. આ મારા શબ્દો નથી, આ મારા શુભચિંતકો અને દિગ્દર્શક-નિર્માતા મિત્રોના શબ્દો છે, જેમણે પોતે મને ફોન કરીને કહ્યું છે. તેમણે મને કહ્યું કે, તે મને કાસ્ટ કરવા માંગે છે, પરંતુ સ્ટુડિયોમાં મારા નામનો ઉલ્લેખ થતાં જ તેઓ મને સીધી જ રિજેક્ટ કરી દે છે.

કાસ્ટિંગ ડિરેક્ટર્સને ‘સ્વરા જેવી અભિનેત્રીઓ’ના મળે છે બ્રીફ 

સ્વરા ભાસ્કરે કહ્યું કે, ‘એક કાસ્ટિંગ ડિરેક્ટરે મને કહ્યું છે કે તેને ‘સ્વરા જેવી અભિનેત્રી’ માટે ઘણી વખત બ્રિફ્સ મળ્યા છે. પરંતુ, જ્યારે તેણી પૂછે છે કે તેણીને શા માટે કાસ્ટ કરવામાં આવી નથી, ત્યારે તેઓ કહે છે કે ‘જો તેણીને કાસ્ટ કરવામાં આવશે તો વિવાદ થશે’. એવા ઘણા લોકો છે જેઓ મને રસ્તા પર કે એરપોર્ટ પર મળે છે ત્યારે મને સપોર્ટ કરવા કહે છે.”

જેઓ મને પ્રેમ કરે છે તેઓ મારી ચિંતા કરે છે: સ્વરા

સ્વરા ભાસ્કરે વધુમાં કહ્યું કે,’મારા ઘણા શુભચિંતકોને લાગે છે કે મેં મારી જાતે મારા પગમાં કુલ્હાડી મારી છે. મારી પોતાની ટીમ સહિત ઘણા બધા લોકો છે, જેઓ મને કહે છે કે તમે ભૂલ કરી છે. તમે તમારી કારકિર્દી ખતમ કરી દીધી છે, તમે આવું કેમ કર્યું? જે લોકો મને પ્રેમ કરે છે તેઓ મારી ચિંતા કરે છે તેઓ મને આ પ્રશ્નો પૂછે છે કારણ કે તેઓને આ બધું જોઈને ખરાબ લાગે છે.” સ્વરા ભાસ્કર છેલ્લે 2022માં રિલીઝ થયેલી ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી.

આ પણ જુઓ: એક્ટર અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી, જાણો શું લઈને ભાગ્યા ચોર?

Back to top button