ટ્રેન્ડિંગમનોરંજન

સની દેઓલ પર નિર્માતાએ છેતરપિંડીનો લગાવ્યો આરોપ, જાણો શું છે મામલો

  • સની દેઓલ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ
  • ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ સની દેઓલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મુંબઈ, 30 મે: બોલિવૂડ એક્ટર સની દેઓલ વિશે એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ‘ગદર 2’ના તારા સિંહ પર છેતરપિંડી અને ખોટું બોલવાનો આરોપ લાગ્યો છે. બોલિવૂડના નિર્માતા સૌરવ ગુપ્તાએ અભિનેતા પર છેતરપિંડી, ખંડણી અને બનાવટના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે અને એટલું જ નહીં, તેમણે તેની પ્રતિબદ્ધતાઓ પૂરી ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. સનડાઉન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સૌરવ ગુપ્તાએ દાવો કર્યો છે કે 2016માં તેમણે સની દેઓલ સાથે તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે 4 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. હવે કરોડો રૂપિયાની આ ડીલમાં ફેરફારને લઈને એક નવું અપડેટ પ્રકાશમાં આવ્યું છે.

નિર્માતાએ સની દેઓલ પર શું લગાવ્યો આરોપ?

નિર્માતા સૌરવ ગુપ્તાએ જણાવ્યું કે વર્ષ 2016માં સની દેઓલે તેની એક ફિલ્મ સાઈન કરી હતી અને તેના માટે અભિનેતાએ તેની પાસેથી 4 કરોડ રૂપિયા પણ લીધા હતા. છેતરપિંડી અને ખંડણી જેવા આક્ષેપો કરતી વખતે સૌરવે ખુલાસો કર્યો હતો કે તેણે સની દેઓલને 1 કરોડ એડવાન્સ આપ્યા હતા, પરંતુ તેમ છતાં સની દેઓલે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ન હતું અને તેના બદલે પોસ્ટર બોયઝ (2017) ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

સની દેઓલે કરાર બદલ્યો હોવાનો લાગ્યો આરોપ

સૌરવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2023માં સની દેઓલે તેની કંપની સાથે નકલી કરાર કર્યો હતો. ફિલ્મ નિર્માતાએ આરોપ લગાવ્યો છે કે, ‘જ્યારે અમે એગ્રીમેન્ટ વાંચ્યું ત્યારે સનીએ વચ્ચેનું પેજ બદલી નાખ્યું હતું અને ફીની રકમ 4 કરોડ રૂપિયાથી વધારીને 8 કરોડ રૂપિયા કરી દીધી હતી. એટલું જ નહીં, નફો પણ ઘટાડીને 2 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. નિર્માતાએ સની દેઓલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એગ્રીમેન્ટ પેપરમાં અચાનક ફેરફાર કરીને ફીની રકમ 4 થી વધારીને 8 કરોડ રૂપિયા કરવાનો આરોપ લગાવ્યો છે.

સુનીલ દર્શને પણ સની પર લગાવ્યો આરોપ

સૌરવ ગુપ્તા બાદ ફિલ્મમેકર સુનીલ દર્શને પણ સની દેઓલ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ‘ગદર 2’ના અભિનેતાએ વિદેશમાં વિતરણ માટે તેની ફિલ્મ ‘અજય’ના અધિકારો માંગ્યા હતા અને માત્ર અડધી જ રકમ આપી હતી. આ સમાચાર પ્રકાશમાં આવતાં જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. અભિનેતા સની દેઓલે હજી સુધી આ બંને બાબતો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો: ઐશ્વર્યાએ ના પાડી, છતાં અભિષેક પાપા મમ્મી સાથે પહોંચી ગયો હતો પ્રેમિકાના ઘરે!

Back to top button