કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

સ્પા/મસાજ પાર્લર ચલાવનાર સામે મોરબી કલેક્ટરનું જાહેરનામું

  • સ્પા ચલાવનાર સંચાલકો સામે કલેક્ટરના કડક નિયમો.
  • જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ ગુનો નોંધાશે.

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોવાના કારણે કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા જણાંતા મોરબી કલેક્ટર જી.ટી.પંડયા દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટો ગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફ્રજિયાત રાખવાનું હેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે.

આ રજીસ્ટરમાં સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/સંચાલકનું નામ તથા સરનામું ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત). હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફીસ- મો.નંબર. જો તેઓ વિદેશી હોય તો-પાસપોર્ટની વિગત ( પાસ પોર્ટ/વિઝાની નકલ બીડવાની રહેશે), ક્યા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત :- હાલનું સરનામું, ફોન નંબર (ઘર) – ઓફીસ- મો.નંબર.

સ્પા માલિકે આ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરવાનાની રહેશે:

  • સ્પા/મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત.
  • પોલીસ સ્ટેશનના સહી સિકકા અને તારીખ.
  • સ્પા/મસાજપાર્લર ચલાવનાર/સંચાલકની સહી.
  • કામ કરતા કર્મચારીની સહી.
  • સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત.

આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પો.સ્ટે.માં જમા કરાવવાની રહેશે. વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જેતે પો.સ્ટે.માં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપશે જે સાચવી રાખવાની રહેશે. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ પાનકાર્ડ/ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ રજુ કરવાનું રહેશે.

આ જાહેરનામું તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજકીય હલચલની “થિયરી” એ ફરી જોર પકડ્યું

Back to top button