બનાસકાંઠા : ડીસા ના ત્રણ માર્ગો પર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/07/બનાસકાંઠા-2-1.jpg)
- રાણપુર, ભડથ, જુનાડીસા વાસણા રોડ પર રેતી ના વાહનો ચલાવવા પર પ્રતિબંધ
બનાસકાંઠા 03 જુલાઈ 2024 : ડીસા પાસે બનાસનદી માં આવેલી લીઝોમાંથી રેતી ભરીને જતા વાહનો રોડ પર નહિ ચલાવવા જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ એ જાહેરનામું પ્રસિદ્ધ કરતા મોટાભાગ ની લીઝો બુધવારે બંધ રહીં હતી.
બનાસકાંઠા જિલ્લા ના ડીસા પાસે બનાસનદી માં જિલ્લા કલેકટર દ્વારા ફાળવવામાં આવેલ લીઝો માંથી સાદી રેતી નું વાહન ડમ્પર ટ્રેલર, ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યું છે, ત્યારે ભડથ, રાણપુર અને છત્રાલા જુનાડીસા વાળા રોડ પર રેતી ના વાહનોની વધુ અવરજવર હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર વરુણકુમાર વરનવાલ એ જાહેરનામું પ્રસિદ્ધ કરી રાણપુર, ભડથ ની ગાડીઓ નદી ના કિનારે થઈ આખોલ પાસે નેશનલ હાઇવે નીકળવા તેમજ જુનાડીસા, વાસણા, દશાનાવાસ, સદરપુર, ઝાબડીયા તરફ ની લીઝ ના વાહનો નદી ના ભેખડે થઈને ભીલડી નેશનલ હાઇવે 27 પર અથવા જુનાડીસા રેલવે ફાટક પાસે હાઇવે પર ચડે તે રીતે ચલાવવા અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરેલ જૅ જાહેરનામું બે. માસ એટલે કે 31 ઓગસ્ટ સુધી પાડવામાં આવ્યું છે.
અગાઉ પણ બે માસ નો જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે
ડીસા ના આખોલ ભડથ, રાણપુર અને છત્રાલા,જુનાડીસા વિસ્તાર જાહેરનામા બાદ લીઝો બંધ રહેતા રેતી ભરવા આવેલા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા. સાથે લીઝો બંધ રહેતા સરકાર ને રોયલ્ટી ની આવક માં પણ મોટુ નુકસાન થઈ રહ્યું છે.
કલેકટર સમક્ષ રજુઆત કરીશું : લીઝ ધારકો
ડીસા ના લીઝ ધારકો એ જણાવ્યું હતું કે કલેકટર ના આદેશ નું પાલન કરી અમે રેતી ના વાહનો રોડ પર લાવ્યા નથી પણ નદી ના ભેખડે રસ્તો બનાવવો શક્ય નથી માટે જિલ્લા કલેકટર સમક્ષ રજુવાત કરીશું અને વાહનો ગતિ મર્યાદા, તાડપત્રી બંધી ને રોયલ્ટી સાથે ચાલશે તેવી બાંયધરી આપીશું અને અમને વિશ્વાસ છે કલેકટર યોગ્ય રસ્તો કાંઢી આપશે..
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા શહેરમાં હવે જાહેર માર્ગ ઉપર ઘાસ વેચશો તો ખેર નથી..!