ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

IT રિટર્નનો પ્રોસેસ સમય 93 દિવસ હતો જે ઘટીને હવે 10 દિવસનો થયો છેઃ કેન્દ્રીય નાણામંત્રી

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી : વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી યોજનાઓ અને નવી સુવિધાઓના વિકાસની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે વધુ એક પગલું ભર્યું છે.

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતાં કરદાતાઓને ખાતરી આપી હતી કે, તેમના યોગદાનનો ઉપયોગ દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે સમજદારીપૂર્વક કરવામાં આવ્યો છે. સાથે જ, કરદાતાઓના સમર્થન બદલ તેમની પ્રશંસા કરી હતી. છેલ્લાં 10 વર્ષમાં પ્રત્યક્ષ કરવેરાની વસૂલાતમાં ત્રણ ગણો વધારો થયો છે અને રિટર્ન ફાઇલ કરનારાઓમાં 2.4 ગણો વધારો થયો છે.

નાણાં મંત્રીએ જણાવ્યું કે, નવી કર વ્યવસ્થા હેઠળ કરવેરાના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. જેમાં ₹ 7 લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે હવે કોઈ કરવેરાની જવાબદારી નથી, જે નાણાકીય વર્ષ 2013-14માં ₹2.2 લાખ હતી. રિટેલ બિઝનેસ માટે અનુમાનિત કરવેરાની મર્યાદા ₹2 કરોડથી વધારીને ₹3 કરોડ કરવામાં આવી હતી.

એ જ રીતે, અનુમાનિત કરવેરા માટે પાત્રતા ધરાવતા વ્યાવસાયિકો માટેની મર્યાદા ₹50 લાખથી વધારીને ₹75 લાખ કરવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેટ ટેક્સનો દર હાલની સ્થાનિક કંપનીઓ માટે 30 ટકાથી ઘટાડીને 22 ટકા અને કેટલીક નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 15 ટકા કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં સરકારનું ધ્યાન કરદાતાઓની સેવાઓમાં સુધારો કરવા પર કેન્દ્રિત છે. વર્ષો જૂની અધિકારક્ષેત્ર-આધારિત આકારણી પ્રણાલીની રજૂઆત સાથે રૂપાંતરિત કરવામાં આવેલી Faceless Assessment and Appeal જેના દ્વારા વધુ કાર્યક્ષમતા, પારદર્શકતા અને જવાબદારી પ્રદાન થાય છે. સાથેજ, આવકવેરાનાં અપડેટેડ રિટર્ન, નવું ફોર્મ 26એએસ અને કરવેરાનાં રિટર્ન્સ અગાઉથી ભરવાનાં કારણે કરવેરાનાં રિટર્ન ભરવાનું સરળ બન્યું છે. વર્ષ 2013-14માં વળતરનો સરેરાશ પ્રોસેસિંગ સમય 93 દિવસથી ઘટાડીને આ વર્ષે માત્ર 10 દિવસનો કરવામાં આવ્યો છે, જેથી રિફંડ ઝડપથી  મળશે.

આ પણ વાંચો : જાણો બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને શું મળ્યું

Back to top button