એજ્યુકેશનનેશનલવિશેષ

સૈંયા ભયે કોતવાલ, અબ ડર કાહે કાઃ AMU વીસીની પસંદગીમાં દલા તરવાડી નીતિ

Text To Speech

અલીગઢઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ વાઈસ ચાન્સેલરના પદ ઉપર તેની પ્રતિષ્ઠિત મહિલા કોલેજના પ્રિન્સિપાલની પસંદગી કરી છે. તે યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર બની શકે છે. મહિલાના પતિએ જ વાઈસ ચાન્સેલર માટે પસંદગી સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરી હતી જેમાં તેમના પત્ની પણ સંભવિતોની યાદીમાં સામેલ હતા.

વાઈસ ચાન્સેલરની પોસ્ટ માટે કુલ 36 અરજદારો હતા. જેમાંથી 30 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા મેમ્બર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)એ પાંચ નામ પસંદ કર્યા હતા. પસંદ કરેલા પાંચ નામોમાં કાર્યકારી વાઈસ ચાન્સેલર પ્રોફેસર મોહમ્મદ ગુલરેઝના પત્ની નઈમા ખાતુન ગુલરેઝનું નામ હતું. AMUમાંથી મનોવિજ્ઞાનમાં પીએચડી કર્યા બાદ તેમની 1988માં તે જ વિભાગમાં લેક્ચરર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. 2014માં વિમેન્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે જોડાયા ત્યાં સુધી તે ત્યાં જ રહ્યા હતા.

ખાતૂન ઉપરાંત EC દ્વારા ભલામણ કરાયેલા અન્ય નામોમાં કાનૂની વિદ્વાન અને નલસરના ભૂતપૂર્વ વી-સી ફૈઝાન મુસ્તફા, બાયોકેમિસ્ટ અને શ્રીનગરની ક્લસ્ટર યુનિવર્સિટીના વી-સી કયૂમ હુસૈન, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને AMU પ્રોફેસર એમ યુ રબ્બાની અને જામિયા મેનેજમેન્ટના પ્રોફેસર ફુરકાન કમરનો સમાવેશ થાય છે.

ECના 27 સભ્યોમાંથી 20 સભ્યોએ 30 ઓક્ટોબરની બેઠકમાં હાજરી આપી હતી. કાર્યકારી વીસી સહિત 19 લોકોએ મતદાન કર્યું હતું. મુસ્તફાને નવ, ખાતૂન અને હુસૈનને આઠ-આઠ જ્યારે રબ્બાની અને કમરને સાત-સાત મત મળ્યા હતા. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોમાં નઈમાની પસંદગીનો એક અરજદાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેનું નામ પસંદ કરવામાં આવ્યું ન હતું.

આ પણ વાંચોઃ તારીખ પે તારીખની છબિ સુધારવા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે શરૂ કરી આ કવાયત

Back to top button