Airtelના નેટવર્કમાં મોટાપાયે ખામી સર્જાઈ, લાખો યુઝર હેરાન


HD ન્યૂઝ ડેસ્ક, 26 ડિસેમ્બર: દેશ અને દુનિયભરના એરટેલના નેટવર્કમાં આજે ગુરુવારે પ્રોબ્લમ આવ્યો છે. થોડા સમયથી એરટેલ ટાવર દેખાઈ રહ્યા નથી અને સંપૂર્ણ સર્વિસ ડાઉન થઈ ગઈ છે.
આજે ગુરુવારે સવારે આશરે 10 વાગ્યે અચાનક એરટેલનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું. ડેટા તેમજ બ્રોડબેન્ડ બધું જ એકસાથે ખોરવાઈ જતાં લાખોની સંખ્યામાં યુઝર હેરાન થઈ રહ્યા છે.
એરટેલની સેવા ખોરવાઈ જતાં સામાન્ય યુઝરો ઠીક પરંતુ બિઝનેસ ક્ષેત્રમાં મોટાપાયે ચિંતા ફેલાઈ ગઈ હતી જેઓ એરટેલના નેટવર્કથી કામ કરી રહ્યા છે. એચડી ન્યૂઝે એરટેલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કે ખુલાસો છે કે કેમ તે અંગે તપાસ કરી પરંતુ હાલ આ લખાય છે ત્યાં સુધી અર્થાત સવારે 11.20 કલાક સુધી એરટેલના સત્તાવાર પ્લેટફોર્મ ઉપર કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી.
આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે….
આ પણ જૂઓ: નવી નોકરીઓને લઈને સારા સમાચાર, EPFOએ ઓક્ટોબરમાં 13.41 લાખ નવા સભ્યો ઉમેર્યા