ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળમાં સ્ટારબક્સ આઉટલેટની બહાર પેલેસ્ટાઈન તરફી પોસ્ટર લાગ્યા, 6ની ધરપકડ

Text To Speech

કોઝિકોડ (કેરળ), 08 જાન્યુઆરી: કેરળમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પોસ્ટર લગાવવા બદલ છ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેરળ પોલીસે રવિવારે કોઝિકોડમાં સ્ટારબક્સ આઉટલેટ પર પેલેસ્ટાઈન તરફી પોસ્ટરો લગાવ્યા બાદ છ વિદ્યાર્થીઓને અટકાયતમાં લીધા હતા. તેમના પર તોફાન ભડકાવવા સાથે ઈરાદાપૂર્વક ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આ તમામ આરોપીઓ કોઝિકોડમાં ફારૂક કૉલેજના વિદ્યાર્થી છે અને ભારતીય કલ્યાણ પાર્ટીના વિદ્યાર્થી શાખા ફ્રેટરનિટી મૂવમેન્ટના કાર્યકરો છે. FIR મુજબ વિદ્યાર્થીઓ ગુરુવારે કેફેમાં ગયા અને પોસ્ટર લગાવ્યા જેમાં લખ્યું હતું કે, ‘ફ્રી પેલેસ્ટાઈન’ અને ‘સાવધાન’, આ લખાણ નરસંહારને પ્રોત્સાહન આપી શકે છે.

6 વિદ્યાર્થીઓ પર કેસ દાખલ

કોઝિકોડ સ્ટારબક્સ આઉટલેટમાં બનેલી ઘટના બાદ પોલીસે છ વિદ્યાર્થીઓ સામે આઈપીસીની કલમ 448, 153, 427 અને 34 હેઠળ ગુનો નોંધ્યો હતો. સ્ટારબક્સ સ્ટાફની ફરિયાદ બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા પછી, ફ્રેટરનિટી મૂવમેન્ટના અન્ય કાર્યકરોએ કોઝિકોડમાં સ્ટારબક્સ આઉટલેટ તરફ કૂચ કરી.

રિપોર્ટ અનુસાર, કોઝિકોડના એક સ્ટોરમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં આ પ્રકારની ઘટના ત્રીજી વખત બની છે. છેલ્લા 3 મહિનામાં અહીં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઘણી બેઠકો પણ થઈ છે, જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા. આરોપી વિદ્યાર્થી વસીમ મન્સુરે મીડિયાને જણાવ્યું કે તેનો ઈરાદો ગાઝા પરના નરસંહાર યુદ્ધને સમર્થન આપતી બ્રાન્ડ્સનો વીડિયો બનાવવાનો હતો. જો કે, કોઈ નુકસાન ન પહોંચાડવાનો હતો. મહત્ત્વનું છે કે, સ્ટારબક્સના ઇઝરાયેલ તરફી વલણને કારણે આવા વિરોધનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: 38મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અરોહણ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો ઝળહળ્યા

Back to top button