વરુણ ધવનના કુર્તામાં લટકતો હતો પ્રાઈઝ ટેગઃ કોણે કરી મદદ?


- બોલિવૂડ એક્ટર વરુણ ધવન વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બન્યો
- રમેશ તૌરાનીએ આપેલી દિવાળી પાર્ટીમાં ઉમટ્યું હતું બોલિવુડ
- વરુણનો વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાઈરલ
બોલીવુડમાં દરેક તહેવારની જેમ દિવાળી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પહેલા જ પાર્ટીની સિઝન શરૂ થઈ જાય છે. આ દિવાળી પહેલા નિર્માતા રમેશ તોરાનીએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ હાજરી આપી હતી અને તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બન્યો હતો. તેના મિત્રએ તેને બચાવી તો લીધો, પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું થયું વરૂણ ધવન સાથે?
બોલિવૂડમાં ઘણીવાર અભિનેત્રીઓ વોર્ડરોબ માલફંક્શન અને ઉફ્ફ મુમેન્ટનો શિકાર બનતી હોવાની વાત સાંભળવામાં આવે છે, પરંતુ કોઈ અભિનેતા સાથે આવું ઓછું બને છે. જોકે આ વખતે કેમેરાની તીક્ષ્ણ નજરે વરુણ ધવનને પકડી લીધો છે. વરુણ ધવન એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતાએ એક ભૂલ કરી જે હવે લોકોએ પણ જોઈ લીધી છે. હવે તેની આ ભૂલ પર લોકો ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
મિત્રએ બચાવવાની કોશિશ કરી, પણ મોડું થયું
વરુણ ધવન જ્યારે રમેશ તોરાનીની ગ્રાન્ડ પાર્ટીમાં પહોંચ્યો ત્યારે તેણે સ્કાય બ્લુ કલરનો ચિકનકારી કુર્તો પહેર્યો હતો. તેણે મીડિયાની સામે આ આઉટફિટમાં પોઝ પણ આપ્યો અને તે પછી તે અંદર જવા લાગ્યો. ત્યારે પુલકિત સમ્રાટની નજર તેના ટેગ પર પડી અને પુલકિતે તેનો ટેગ અંદર છુપાવ્યો. ત્યારબાદ બંને ટેગ છુપાવીને દરવાજા પર ઉભેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ ડાયાબિટીસ હોય તો પણ દિવાળી પર મીઠાઈ ખાવાથી ન ડરશો, આ રહી મીઠ્ઠી ટિપ્સ