બનાસકાંઠાના ચૂંટણી મેદાનમાં પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી, જાણો ક્યાં સભા સંબોધશે
પાલનપુર, 30 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દિલ્હીથી સ્ટાર પ્રચારકોની ફોજ હવે ગુજરાતમાં ઉતરી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વલસાડ બાદ હવે બનાસકાંઠાના મેદાનમાં ઉતરવા જઈ રહ્યાં છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે પ્રિયંકા ગાંધી લાખણીમાં ત્રીજી મેના રોજ સભા સંબોધશે.
— Geniben Thakor (@GenibenThakor) April 30, 2024
લાખણીમાં પ્રિયંકા ગાંધીની સભાનું આયોજન
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું બનાસકાંઠાની ધરતી પર સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા બેઠક પર તાજેતરમાં રાજસ્થાનના સીએમ ભજનલાલે સભા ગજવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સભા ગજવવા આવી રહ્યાં છે. લાખણીમાં ખરી ગરમીમાં પ્રિયંકા ગાંધી સભાને સંબોધિત કરશે.
ક્ષત્રિય સમાજનું ગેનીબેનને સમર્થન
અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા અમીરગઢના ડુંગરપુરી પ્રાંગણ માં ગેનીબેન ઠાકોર ની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં યુવાઓ અને આગેવાનો શહીત અઢારે આલમના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃપાટણમાં જય અંબાજી કહીને રાહુલ ગાંધી બોલ્યા, મહિલાઓ માટે અમે મહાલક્ષ્મી યોજના લાવીશું