ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- ‘વડાપ્રધાન જનતાના મુદ્દાઓથી ભટક્યા’

  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જયપુર કરી રહ્યા છે પ્રચાર
  • પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
  • દેશમાં વિચિત્ર વાતાવરણ સર્જાયું: પ્રિયંકા ગાંધી

જયપુર, 14 એપ્રિલ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશના લોકો અને તેમના મુદ્દાઓ સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. જાલોરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજકાલ ચૂંટણી સમયે વિચિત્ર વાતાવરણ સર્જાયું છે. તમારું ધ્યાન ભટકાવવા માટે દરેક પ્રકારની વાતો થઈ રહી છે. મોટા-મોટા પ્રચાર થઈ રહ્યા છે, વિચિત્ર અને ધ્યાન ફટકાવે એવી વાતો થઈ રહી છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન મોદી ક્યારેક પોતાની ખોટી બહાદુરી બતાવે છે તો ક્યારેક બડાઈ મારે છે. માંસ-માછલીઓની વાત કરે છે, ક્યારેક હવામાં ઉડે છે તો ક્યારેક દરિયાની નીચે જાય છે. આ વાતોનો તમારા જીવનમાં શું મતલબ છે?

પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

પ્રિયંકાએ કહ્યું, તમારી સૌથી મોટી સમસ્યા શું છે, મોંઘવારી. મને લાગે છે કે મોદીજીને કંઈક થઈ ગયું છે તે કંઈ સમજી જ શકતા નથી. તેમણે કટાક્ષમાં કહ્યું કે ઘણીવાર કેટલાક લોકોને સત્તાનો નશો ચડી જાય છે, તેથી તે ક્યારેય સાચુ બોલશે જ નહીં. તેમણે કહ્યું, “માણસ ઘેરાઈ જાય છે. કેટલો પણ અનુભવ હોય પરંતુ સત્તાના નશા સામે માણસ ડરી જાયછે, અધિકારીઓ ડરી જાય છે, જેઓ તેમની સાથે કામ કરે છે તેઓ પણ સાચુ બોલમાં ડરવા લાગે છે. આવું કરવાથી લોકો તેમને દુર કરી દે છે. મને ખરેખર લાગે છે કે મોદીજી દેશના લોકો અને તેમના મુદ્દાઓથી દૂર થઈ ગયા છે.” તેમણે કહ્યું કે તમારી સમસ્યાઓ ફક્ત મોંઘવારી અને બેરોજગારી છે, જે સૌથી મોટી સમસ્યાઓ છે.

છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી વધી રહી છે: પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી વધી છે અને આજે દેશમાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી જોવા મળી રહી છે. કોનો આભાર? પ્રિયંકાએ કહ્યું, “જ્યારે ભારતમાં G20 સમિટ જેવી ઇવેન્ટ યોજાય છે ત્યારે અમને ગર્વ થાય છે પરંતુ બીજી વાસ્તવિકતા છે મોંઘવારી, બેરોજગારી.” તેમણે કહ્યું કે તેમના (ભાજપ) ઈરાદા સાચા નથી. તેમની નીતિઓ માત્ર મોટા અબજોપતિઓ માટે છે. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે ભાજપ ભ્રષ્ટાચાર સામે લડી રહી નથી. તેના દાવા પોકળ છે, તે માત્ર વિરોધને ચૂપ કરવા માંગે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: વિવિધ પક્ષના દિગ્ગજો પોતાના ‘યોદ્ધાઓ’ને વિજયી બનાવવામાં વ્યસ્ત

Back to top button