ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા, સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો

Text To Speech

HD ન્યૂઝ :  પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં શપથ લઈને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. બધાની નજર પ્રિયંકાના શપથ ગ્રહણ સમારોહ પર હતી. પ્રિયંકાએ હાથમાં બંધારણ સાથે શપથ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ જોરથી નારા લગાવતા જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધીના હાથમાં બંધારણ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

શપથ સમારોહ દરમિયાન સંસદનો નજારો જોવા જેવો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રિહાન વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા પણ લોકસભામાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ પ્રિયંકા ગાંધીએ કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડયા હતા અને 23 નવેમ્બરે આવનારા પરિણામોમાં પ્રચંડ જીત મેળવી હતી. પ્રિયંકાએ 4 લાખ 10 હજારથી વધુ મતોના જંગી માર્જિનથી જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે પ્રિયંકા રાજનીતિની મુખ્ય ધારામાં જોડાયા અને પહેલીવાર સંસદમાં પહોંચ્યા.

આ પણ વાંચો : આ વૃક્ષની 125 વર્ષથી “ધરપકડ” થયેલી છેઃ શું આ વૃક્ષને જામીન મળશે? જાણો રોમાંચક કિસ્સો

Back to top button