કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણી 2024માં લડશે?, પતિ રોબર્ટ વાડ્રાએ આપ્યા મોટા સંકેત
- રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધીના મિશન 2024ની કરી જાહેરાત
- પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણી 2024માં લડી શકે છે
- મને આશા છે કે, કોંગ્રેસ પાર્ટી તેમને સ્વીકારશે : રોબર્ટ વાડ્રા
હાલ તમામ પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી 2024માં લડે તેવી માહિતી સામે આવી છે. પતિ રોબર્ટ વાડ્રાના ઈન્ટરવ્યુમાંથી આ વાતનો સંકેત મળ્યો છે. એક ખાનગી ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીના પતિ દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીમાં સંસદમાં જવાના તમામ ગુણો છે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક ઈન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીમાં સંસદમાં જવાના તમામ ગુણો છે.વાડ્રાએ કહ્યું, મને લાગે છે કે પ્રિયંકા ગાંધી સંસદમાં હોવા જોઈએ.ચોક્કસપણે તેઓ લોકસભામાં હોવા જોઈએ.તેની પાસે તમામ ગુણો છે.તે સંસદમાં સારું કામ કરશે.તે લોકસભામાં રહેવા લાયક છે.તેણે વધુમાં કહ્યું કે, જો તે સંસદમાં જશે તો મને ખુશી થશે.મને આશા છે કે કોંગ્રેસ પાર્ટી તેમને સ્વીકારશે અને તેમના માટે સારી યોજના તૈયાર કરશે. વ
વધુમાં રોબર્ટ વાડ્રાએ સંસદમાં પોતાની તસવીર બતાવવા બદલ ભાજપ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, PM નરેન્દ્ર મોદી પાસે પ્લેનમાં તેમની સાથે બેઠેલા ગૌતમ અદાણીની પણ ઘણી તસવીરો છે. શા માટે આપણે તેને પ્રશ્ન નથી કરતા? કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ તેઓ તેનો જવાબ આપતા નથી. તેણે કહ્યું કે હું મારા નામ માટે લડતો રહીશ. જો તે મારું નામ લેશે તો હું તેની પૂછપરછ કરતો રહીશ. આ માટે તેઓએ પુરાવા આપવા પડશે. જો આમ ન થાય તો તેઓએ માફી માંગવી પડશે.
આ પણ વાંચો : બ્રિજભૂષણ સિંહના પ્રિયંકા ગાંધી પર પલટવાર, ‘હિમ્મત છે તો મારી વિરુદ્ધ ચૂંટણી લડો’