ટ્રેન્ડિંગનેશનલ

યુપીના મુરાદાબાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ, પ્રિયંકા ગાંધી પણ જોડાયા

Text To Speech
  • રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મુરાદાબાદથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. પ્રિયંકા ગાંધી ચંદૌલીથી જ આ યાત્રામાં ભાગ લેવાના હતા પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે તેઓ ભાગ લઈ શક્યા ન હતા

મુરાદાબાદ, 24 ફેબ્રુઆરી: મુરાદાબાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે. મુરાદાબાદથી શરૂ થયેલી આ યાત્રામાં પ્રિયંકા ગાંધી અમરોહ, સંભલ, બુલંદશહેર, અલીગઢ, હાથરસ અને આગ્રા થઈને ફતેહપુર સીકરી સુધી તેમની સાથે જશે. પ્રિયંકા ગાંધી ચંદૌલીથી જ આ યાત્રામાં ભાગ લેવાના હતા પરંતુ ખરાબ તબિયતના કારણે તેઓ ભાગ લઈ શક્યા ન હતા.

 

અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ યાત્રામાં જોડાશે

અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ આગ્રામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. આ માટે કોંગ્રેસ દ્વારા અખિલેશ યાદવને ઔપચારિક આમંત્રણ પત્ર પણ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયા અને અન્ય નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ પત્ર આપ્યું છે.

અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે રાહુલ ગાંધીની આગ્રા મુલાકાત દરમિયાન તેમની સાથે આવશે. સપા અને કોંગ્રેસ બંનેએ બુધવારે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની જાહેરાત કરી હતી, જે અંતર્ગત કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો: BSPને જયરામ રમેશનું ખુલ્લું આમંત્રણ, ‘ભાજપને હરાવવા માયાવતીએ સાથે આવવું જોઈએ’

Back to top button