ટ્રેન્ડિંગમનોરંજન

ધ બ્લફના સેટ પરથી લીક થયો પ્રિયંકા ચોપરાનો લૂક, અભિનેત્રીને ઓળખવી પણ મુશ્કેલ

Text To Speech
  • પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ફ્રેન્ક ઈ ટાવર્સની પીરિયડ એક્શન ફિલ્મ ધ બ્લફમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા કેટલાક મહિનાઓથી ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હંમેશા તેની ધમાકેદાર ફિલ્મોને કારણે ચર્ચાઓમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જે તેની હોલિવૂડ ફિલ્મ ‘ધ બ્લફ’ના સેટની હોવાનું કહેવાય છે.

ધ બ્લફના સેટ પરથી પ્રિયંકા ચોપરાનો લૂક

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ફ્રેન્ક ઈ ટાવર્સની પીરિયડ એક્શન ફિલ્મ ધ બ્લફમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા કેટલાક મહિનાઓથી ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે. જેના કારણે અભિનેત્રી ઓસ્ટ્રેલિયામાં છે. આ ફિલ્મમાં તે સમુદ્રી ડાકુનું પાત્ર ભજવી રહી છે. ધ બ્લફના સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ફોટામાં અભિનેત્રી પોતાની ટીમ સાથે શિપ પર શૂટિંગ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Patty Cardona (@jerryxmimi)

અજીબો ગરીબ દેખાઈ પ્રિયંકા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં પ્રિયંકા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તે સંપૂર્ણ વોર મોડમાં જોવા મળી રહી છે. તસવીરમાં તેની હેર સ્ટાઈલ પણ એકદમ વિચિત્ર લાગે છે. પ્રિયંકાએ તેના લાંબા વાળને અલગ રીતે સ્ટાઈલ કર્યા છે. થોડા દિવસો પહેલા, અભિનેત્રીએ તેના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે તે કેટલી વાર ઘાયલ થઈ છે. ક્યારેક તેના માથામાં ઈજા થઈ હતી તો ક્યારેક તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ હતી.

પ્રિયંકાની આગામી ફિલ્મો

અભિનેત્રીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો પ્રિયંકાની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ ચર્ચામાં છે અને આ ફિલ્મનું નિર્દેશન ફ્રેન્ક ઈ. ફ્લાવર્સ કરી રહ્યા છે. આ સિવાય અભિનેત્રીએ ‘હેડ્સ ઓફ સ્ટેટ’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને આ ફિલ્મમાં તેની સાથે જોન સીના અને ઈદરીસ એલ્બા પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ અનંત – રાધિકાને લગ્નમાં પ્રાઈવેટ જેટ અને હેલિકૉપ્ટર સહિત કેવી કેવી ભેટ મળી, જૂઓ યાદી

Back to top button