પુત્રી માલતી વિશે પ્રિયંકા ચોપરાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
- પ્રિયંકા ચોપરા વેબ સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ચર્ચામાં
- અભિનેત્રીએ એક માતા તરીકે પોતાનો ડર જાહેર કર્યો
- દર 2 મિનિટે પુત્રી માલતીની નાડી ચેક કરતી પ્રિયંકા!
- પુત્રીના પ્રી-મેચ્યોર જન્મ સમયે પ્રિયંકા ખૂબ જ પરેશાન હતી
- ઘણા દિવસો સુધી હું ઉંઘી શકી ન હતી: પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા વર્તમાનમાં દિવસોમાં તેની વેબ સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ આ શ્રેણીને જોરદાર રીતે પ્રમોટ કરી છે. પ્રિયંકા તેની પુત્રી અને પતિ સાથે ભારત આવી હતી અને આ દરમિયાન તેના અંગત જીવન વિશે તેણે ઘણા ખુલાસા કર્યા હતા. પ્રિયંકા માટે આ દિવસોમાં તેના માટે તેની દીકરી માલતી મેરી ચોપરા જ સર્વસ્વ છે. પુત્રીના પ્રી-મેચ્યોર જન્મ સમયે અને પછી પ્રિયંકા ખૂબ જ પરેશાન હતી. અભિનેત્રીએ એક માતા તરીકે પોતાનો ડર જાહેર કર્યો. વાંચો આ અહેવાલ
પ્રિયંકા ચોપરા 2022માં સરોગસી દ્વારા માતા બની હતી
પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસ વર્ષ 2022માં સરોગસી દ્વારા એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. પ્રિયંકા ચોપરાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, પ્રી-મેચ્યોર જન્મ સમયે, તેને તેની પુત્રી ગુમાવવાનો ડર હતો. જન્મ પછી લગભગ 100 દિવસ સુધી માલતી ICUમાં રહી હતી. આ સમયગાળામાં અભિનેત્રી ખૂબ જ નર્વસ હતી, આ કપરા સમયમાં પતિ નિક જોનાસે તેને ખુબ સહકાર આપ્યો.
મારે દીકરીની તાકત બનવું હતું
દીકરીના જન્મના સમયને યાદ કરતાં પ્રિયંકા ચોપરાએ ‘ટુડે શો’માં કહ્યું, કે ‘મારા પતિની શક્તિનું બીજું પણ એક ઉદાહરણ છે. હું તો જાણે મૌન જ થઈ ગઈ હતી, મને સમજાતુ ન હતું કે કેવી રીતે પ્રતિક્રિયા આપુ. મને યાદ છે કે નિકે મારા ખભાને પકડી રાખ્યો હતો, મેં પતિને પૂછ્યું કે મારે હવે શું કરવું? નિકે મને કારમા બેસવા કહ્યુ. ત્યાર બાદ અમે હોસ્પિટલ જવા રવાના થયા. તેણીનો જન્મ થયો ત્યારથી, માલતીએ પ્રથમ શ્વાસ લીધો ત્યારથી આજ સુધી તે ક્યારેય અમારામાંથી એક વિના પણ તે ક્યારેય રહી નથી. મારી નહીં પરંતુ પુત્રીની પરીક્ષા હતી, મારી પાસે ડરવાનો કે નાસીપાસ થવાની કોઈ તક નહોતી, કારણ કે એક માતા તરીકે મારે તેની તાકાત બનવું હતું, મારે તેને દરેક ક્ષણે એ અનુભવ કરાવવો હતો કે તે એકલી નથી’.
દર 2 મિનિટે પુત્રી માલતીની નાડી ચેક કરતી પ્રિયંકા!
પ્રિયંકા ચોપરાએ વધુમાં કહ્યું કે “જ્યારે અમે તેને ઘરે લાવ્યા ત્યારે તે ઘણા દિવસો સુધી ઉંઘી શકી ન હતી. હોસ્પિટલમાં મોનિટર ઉપર પુત્રી માલતીના હૃદયના ધબકારા જોઈ શકાતા હતા, પરંતુ ઘરે મોનિટર નહોતું. હું તેની છાતી પર કાન રાખીને તેના ધબકારા સાંભળતી હતી. હું દર 2 મિનિટે જાગી જતી હતી કે તે ઠીક છે કે નહીં. આ બધુ ઘણા બધા અઠવાડિયા સુધી ચાલ્યું હતું.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા નેપોટિઝમ પર ફરી બોલી, ‘બોલિવુડ પર કોઈ કેમ્પ રાજ ન કરી શકે’