પ્રિયંકા ચોપરાએ પહેર્યું દિકરી માલતીના નામનું લોકેટ, બીચ પર સેલિબ્રેટ કર્યુ ન્યુ યર, જુઓ Photos
- બીચ ઉપર નવા વર્ષની ઉજવણી દરમિયાન પ્રિયંકા ચોપરાએ દિકરી માલતીના નામનું લોકેટ પહેર્યું હતું, તો બિકિનીમાં અદ્ભૂત પોઝ પણ આપ્યા હતા
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાનો જાદુ પાથરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી લાઇમલાઇટ મેળવે છે. ખાસ કરીને તેના ફોટા અને વીડિયોથી તે ભારતીય ચાહકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી હતી. પ્રિયંકાએ તેના પરિવાર સાથે બીચ પર બિકીની પહેરીને નવું વર્ષ ઉજવ્યું હતું. તેની દિકરી માલતીની સ્ટાઈલે ચાહકોના દિલ જીતી લીધા હતા.
પ્રિયંકા ચોપરાએ શનિવારે (4 જાન્યુઆરી) ના રોજ નવા વર્ષની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. ફોટામાં પ્રિયંકા કેસરી રંગનો સ્ટ્રિપવાળો સ્વિમસૂટ પહેરેલી જોવા મળે છે અને તેના વેકેશનને દિલથી માણી રહી છે. અન્ય ફોટામાં તે ગુલાબી રંગની બિકીનીમાં જોઈ શકાય છે. આ દેસી ગર્લ પતિ નિક જોનાસ સાથે ખૂબ પોઝ આપી રહી છે. પરિવારને બીચ પર ઘણો બધો સમય વિતાવતો જોઈ શકાય છે.
View this post on Instagram
એક તસવીરમાં પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતીના નામની ફંકી જ્વેલરી પહેરેલી જોઈ શકાય છે. સમુદ્ર કિનારે પહોંચતા જ તેની દીકરી માલતી રેતી અને પાણી સાથે રમતી જોવા મળે છે. તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે, 2025 માટે આ મારું લક્ષ્ય છે. આનંદ, સુખ અને શાંતિથી જીવવું. આ નવું વર્ષ આપણને બધાને પ્રેમ અને શાંતિ સાથે આશીર્વાદ આપે. હું મારા પરિવાર માટે ખૂબ જ આભારી છું, હેપ્પી 2025.
પ્રિયંકાનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં ભારતીય સિનેમામાં કમબેક કરી શકે છે. હાલમાં તેની પાસે ઝોયા અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’છે. જો કે આ ફિલ્મ પર કામ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ સિવાય તે 3 ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ ભાઈ બુમરાહ, હવે તું જ તારણહારઃ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત બાદ મીમ્સ વાયરલ