વિદેશમાં રહેવા ગઈ પણ ભારતના સંસ્કાર ન ભૂલી આ દિગ્ગજ અભિનેત્રી, ટ્રાફિક સિગ્નલ પર એવું કામ કર્યું કે ફીદા થઈ જશો


મુંબઈ, 19 ફેબ્રુઆરી 2025: પ્રિયંકા ચોપડા મુંબઈમાં પાછી આવી ગઈ છે અને હાલમાં જ દેશી ગર્લે કલિના એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમ્યાન પ્રિયંકાએ ગ્રે સ્વેટપેન્ટ, મેચિંગ ગ્રે ટોપ અને એક કેપ પહેરી હતી. કૈઝુઅલ લુકમાં દેસી ગર્લ હંમેશાની માફક સુંદર લાગી રહી હતી. આ દરમ્યાન પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા પોતાની કારથી એરપોર્ટની બહાર નીકળતા જોઈ શકાય છે. આ દરમ્યાન એક્ટ્રેસની ગાડી સિગ્નલ પર રોકાય છે અને અભિનેત્રી કંઈક એવું કરે છે અને ફેન્સ તેના પર ફીદા થઈ ગયા.
પ્રિયંકા ચોપડાએ જરુરિયાતમંદ લોકોની મદદ કરી
વીડિયોમાં પ્રિયંકાને કલીના એરપોર્ટ બહાર આવતા જોઈ શકાય છે. એક્ટ્રેસની ગાડી સિગ્નલ પર રોકાય છે. સિગ્નલ પર બેઠેલા જરુરિયાતમંદ શખ્સ ખૂબ જ આશા ભરેલી નજરે પ્રિયંકાની ગાડી પર જાય છે અને તેને જોયા રાખે છે. તેના પર દેસી ગર્લે કારની અંદરથી જરુરિયાતમંદ લોકોને થોડા પૈસા આપ્યા. આવું કરતી વખતે અભિનેત્રીએ પોતાનો ચહેરો દેખાડ્યો નથી.
View this post on Instagram
પ્રિયંકાના દયાળુ રુપે ફેન્સનું દિલ જીત્યું
પ્રિયંકા ચોપડાનો આ અંદાજ ફેન્સનું દિલ જીતી રહી છે. કેટલાય યુઝર્સે કોમેન્ટ કરતા એક્ટ્રેસે વીડિયો પર પ્રતિક્રિયા આપી અને અભિનેત્રીના ખૂબ વખાણ કર્યા. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, હાર્ટ ટચિંગ. એક અન્યએ લખ્યું કે, કાઈંડ હાર્ટેડ. પ્રિયંકાના દયાળુ સ્વભાવને જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સ પીસીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: માવા અને ગુટખા હવેથી ખાઈ શકશો નહીં, અહીંની સરકારે લગાવી દીધો પ્રતિબંધ, ગલ્લા પર દેખાશે તો આવી બનશે