The Bluffના શૂટિંગ વખતે પ્રિયંકા ચોપરાને ગરદનમાં થઈ હતી ઈજા, તસવીર વાયરલ


- પ્રિયંકા ચોપડા સાથે The Bluffના શૂટિંગ દરમિયાન એક દુર્ઘટના થઈ હતી. જેના કારણે અભિનેત્રીને ગરદનમાં ઈજા થઈ હતી. અભિનેત્રીએ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે
19 જૂન, મુંબઈઃ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ હવે બોલિવૂડ બાદ હોલિવૂડમાં પણ નામ બનાવ્યું છે. હાલના દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જેના કારણે તેના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. પ્રિયંકા ચોપડા સાથે The Bluffના શૂટિંગ દરમિયાન એક દુર્ઘટના થઈ હતી. જેના કારણે અભિનેત્રીને ગરદનમાં ઈજા થઈ હતી. અભિનેત્રીએ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. સામે આવેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીના ગળા પર ઊંડો કટ દેખાય છે. આ પોસ્ટ શેર કરતા પ્રિયંકાએ જણાવ્યું છે કે એક એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન તેને આ ઈજા થઈ હતી.
ફોટો શેર કરીને આપ્યું કેપ્શન
આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શન આપ્યું, ‘ઓહ મારી જોબમાં પ્રોફેશનલ સંકટ’ તસવીરની સાથે તેણે કેપ્શનમાં Bluff પણ લખ્યું છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે અભિનેત્રીને આ ઈજા થઈ ત્યારે તે ‘ધ બ્લફ’નો એક સ્ટંટ સીન શૂટ કરી રહી હતી. પ્રિયંકા ચોપરાની આ તસવીર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીને શૂટિંગ દરમિયાન ઈજા થઈ ન હોય. આ પહેલા પણ પ્રિયંકા ‘સિટાડેલ’ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી.
આ પણ વાંચોઃહમારે બારહને રિલીઝ કરવાની બોમ્બે હાઈકોર્ટે આપી મંજૂરી, જાણો કોર્ટે કઈ શરત મૂકી